અભિનેત્રી કાજોલે અચાનક કોના પર ગુમાવ્યો પિત્તો કે માઈક લઈને ઝાટક્યા, વીડિયો વાઈરલ…

બોલીવૂડની જાણીતી અભિનેત્રી કાજોલ આ દિવસોમાં મુંબઈમાં દુર્ગા પૂજા ઉત્સવમાં ખૂબ જ વ્યસ્ત છે. તાજેતરમાં, કાજોલ તેના ફિલ્મ ઉદ્યોગના મિત્રો અને પરિવારના સભ્યો સાથે સાંતાક્રુઝમાં ઉત્તર બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજામાં જોવા મળી હતી. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાજોલ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે. ચાલો જાણીએ અભિનેત્રીના ગુસ્સાનું કારણ શું છે.
આ પણ વાંચો : Viral Video: કેમેરા સામે જ Kajol ગુસ્સે થઈ Jaya Bachchan પર અને પછી જે થયું એ…
બોલિવૂડ અભિનેત્રી કાજોલ દુર્ગા પૂજા પંડાલમાં પગરખાં પહેરીને પ્રવેશતા લોકો પર ગુસ્સે થઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી કાજોલ પૂજાની ઉજવણીમાં ખૂબ જ વ્યસ્ત છે અને સાંતાક્રુઝમાં ઉત્તર બોમ્બે સાર્વજનિક દુર્ગા પૂજાના અભિનેત્રીના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં કાજોલ જૂતા પહેરીને પંડાલમાં પ્રવેશતા લોકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતી કેમેરામાં કેદ થઈ હતી.
કોઈની તરફ ઈશારો કરીને અભિનેત્રીએ બૂમ પાડીને કહ્યું હતું કે તમે જૂતા પહેર્યા છે, બાજુ હટો. મહેરબાની કરીને ચંપલ નહીં પહેરો. જેણે ચંપલ પહેર્યા છે, દૂર ખસો. તમે બધા કૃપા કરીને માન આપો, આ એક ધાર્મિકનો મંડળ છે. તમારો ખૂબ ખૂબ આભાર.
તેની પાછળ રહેલા લોકોને સંબોધતા કાજોલે કહ્યું હતું કે મહેરબાની કરીને બેરિકેડ પર વજન આપશો નહીં, કારણ કે તેનાથી તમને જ નુકસાન થશે.” જ્યારે કાજોલે લોકોને આ અપીલ કરી ત્યારે તેની અભિનેત્રી બહેન તનિષા મુખર્જી અને અભિનેત્રી આલિયા ભટ્ટ તેની સાથે હતી.