Viral Video: કેમેરા સામે જ Kajol ગુસ્સે થઈ Jaya Bachchan પર અને પછી જે થયું એ…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પોપ્યુલર ફેમિલી એટલે બચ્ચન પરિવાર. બચ્ચન પરિવારનો કોઈ પણ સદસ્ય હોય પછી તે ભલેને નાનકડી આરાધ્યા હોય કે અગત્સ્ય અને નવ્યા નંદા હોય લાઈમલાઈટ લૂંટવામાં તેમને મહારાત હાંસિલ છે. એક સમયે હસતો રમતો બચ્ચન પરિવાર હાલમાં વેર-વિખેર થઈ ગયો છે અને એનું સૌથી મોટું કારણ છે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નમાં પડેલું ભંગાણ. ખેર, આ બધી ધાંધલ-ધમાલ વચ્ચે વચ્ચે જયા બચ્ચન (Jaya Bachchan) પણ પાર્લિયામેન્ટમાં પોતાના આકરા સ્વભાવ અને પેપ્ઝ સાથેના પંગાને કારણે લાઈમલાઈટમાં આવી જતા હોય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર જયા બચ્ચન અને કાજોલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કાજોલ જયા બચ્ચનને વઢે છે અને આશ્ચર્ય વચ્ચે કાજોલની વઢ સાંભળી જયા બચ્ચન એકદમ ખડખડાટ હસી પડે છે… વિશ્વાસ ના થયો ને? તમે ખુદ જ જોઈ લેજો વીડિયો એટલે તમને ખ્યાલ આવશે…
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchanની ડાયરીએ ખોલ્યા સિક્રેટ્સ, મારું દુઃખ એ…
સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહેલો આ વીડિયો દુર્ગા પૂજાનો છે અને દર વર્ષની જેમ કાજોલ પણ આ તહેવાર માટે એકદમ ઉત્સાહિત હતી. શુભો મહાલયાના દિવલે કાજોલ, જયા બચ્ચન, રાની મુખર્જી, અયાન મુખર્જી, તનિષા મુખર્જી અને તનુજા દેવી માના સ્વાગત માટે ભેગા થયા હતા. જયા બચ્ચન આ પ્રસંગે માસ્ક પહેરીને પહોંચ્યા હતા. પેપ્ઝે જ્યારે ફોટો માટે રિક્વેસ્ટ કરી તો કાજોલે મજાકમાં પણ જયાજીને વઢતા કહ્યું કે માસ્ક ઉતારવો પડશે. આ સાંભળીને જયા બચ્ચન હસી પડે છે અને બાદમાં બંને જણ ચિટ-ચેટ કરતાં મસ્તી મજાક કરતાં ફોટો પડાવે છે અને એ માસ્ક ઉતારીને.
દરમિયાન સોશિયલ મીડિયા પર કાજોલનું આ રીતે ઓર્ડર આપીને જયા બચ્ચન પાસેથી માસ્ક ઉતરાવવું ફેન્સને આશ્ચર્યચકિત કરી ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ એના પર કમેન્ટ કરતાં લખી રહ્યા છે કે કમાલ થઈ ગઈ જયાજી હસી પડ્યા, ભાઈસાબ આ તો ખાલી કાજોલ જ કરી શકે…
કાજોલનો આ અંદાજ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મસ્તીખોર, હસમુખી કાજોલની વાતને કોણ ટાળી શકે, જયાજી પાસે પણ આખરે આ બંગાળી બ્યુટીએ પોતાનું ધાર્યું કરાવીને જ માની.