રોડ એક્સિડન્ટમાં સાઉથની જાણીતી એક્ટ્રેસનું થયું નિધન? શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસમાંથી એક એવી કાજલ અગ્રવાલને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
કાજલ અગ્રવાલનું રોડ એક્સિડન્ટમાં નિધન થયું છે. આ સમાચાર વાઈરલ થતાં જ હવે એક્ટ્રેસે ખુદ સામે આવીને સચ્ચાઈ જણાવી છે.
કાજલ અગ્રવાલે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મને સોશિયલ મીડિયા પર એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રોડ એક્સિડન્ટમાં મારું મૃત્યુ થયું છે. પરંતુ આ હકીકત નથી.

ભગવાનની કૃપાથી હું એકદમ ઠીકઠાક છું અને તમને બધાને જણાવવા માંગુ છું કે હું સેફ છે. હું તમને બધાને રિક્વેસ્ટ કરવા માંગુ છું તમે ફાલતુ અફવાઓ પર વિશ્વાસ ના કરો અને પોઝિટિવિટી પર ફોકસ કરો.
મળતી માહિતી મુજબ આ સમાચાર ત્યારે વધારે વાઈરલ થયા હતા જ્યારે એક મીડિયા હાઉસે તેને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો તો એવો જવાબ મળ્યો કે હાલમાં કાજલ વ્યસ્ત છે અને ટૂંક સમયમાં જ તેમને કોન્ટેક્ટ કરશે.
વાત કરીએ કાજલની વર્ક ફ્રન્ટની તો કાજલ છેલ્લી વખત ફિલ્મ કનપ્પામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વિષ્ણુ મનચુ, પ્રભાસ, મોહન બાબુ, મોહનલાલ અને અક્ષય કુમાર પણ જોવા મળ્યા હતા.
આ સિવાય તે ફિલ્મ સિકંદરમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળી હતી. સલમાન ખાન અને રશ્મિકા લીડ રોલમાં જોવા મળ્યા હતા. હવે કાજલ કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-3માં પણ જોવા મળશે.
નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં પણ કાજલ અગ્રવાલ જોવા મળશે, એવો દાવો કરાઈ રહ્યો છે. આ ફિલ્મમાં તે મંદોદરીનો રોલ કરશે. કાજલની સાથે આ ફિલ્મમાં સાંઈ પલ્લવી, રણબીર કપૂર, યશ જેવા કલાકારો જોવા મળશે.
આ પણ વાંચો…Aishwarya Rai-Bachchanની ફ્રેન્ડનો રોલ કરનારી આ એક્ટ્રેસનો ઈન્ડસ્ટ્રીમાં આજે વાગે છે ડંકો…