કહો ના કહોઃ મલ્લિકા શેરાવત 20 વર્ષ પછી આ અભિનેતા સાથે જોવા મળી અને
મુંબઈઃ બોલીવુડની જાણીતી મર્ડર ફેમ અભિનેત્રી મલ્લિકા શેરાવતને તેના ચાહકો ક્યારેય ભૂલી શકે એમ નથી. આજે પણ મર્ડર ફિલ્મને લઈ લોકોમાં જાણીતી છે. તાજેતરમાં 20 વર્ષ બાદ આ ફિલ્મના અભિનેતા ઈમરાન હાશમીને મળી હતી, જ્યારે તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. બંનેને એકસાથે જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા, જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી.
2004માં સુપરહીટ થ્રિલર ફિલ્મ મર્ડર દરમિયાન મલ્લિકા અને ઈમરાન હાશમી વચ્ચે થયેલી લડાઈનો અંત આવ્યો છે. જાણીતા નિર્માતા આનંદ પંડિતની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં ઈમરાન અને મલ્લિકા સાથે જોવા મળ્યા હતા. આ બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી પણ લોકોને વિશેષ પસંદ પડી હતી. મલ્લિકા અને ઈમરાન હાશમી 20 વર્ષ પછી સાથે જોવા મળ્યા બાદ લોકોમાં ખુશાલી જોવા મળી હતી.
આ પણ વાંચો : મલ્લિકા શેરાવતના બોલ્ડ અંદાજને જોઈ લો…
વાઈરલ વીડિયોમાં ઈમરાન હાશમી અને મલ્લિકા શેરાવત એકબીજાને હસતા હસતા ગળે ભેટી પડ્યા હતા અને વાતો પણ કરી હતી. બંને સાથે જોવા મળ્યા પછી લગભગ 20 વર્ષની લડાઈ પર પણ પૂર્ણવિરામ મૂકાયું છે. બંને સાથે જોવા મળતા પાપારાઝીને પણ મસ્ત પોઝ આપ્યા હતા. મલ્લિકા શેરાવત પણ ગુલાબી ગાઉનમાં બ્યુટીફુલ લાગતી હતી, જ્યારે ઈમરાન હાશમી બ્લેક કલરનો શૂટમાં સજ્જ હતો. મર્ડર ફિલ્મે એ જમાનામાં જોરદાર લોકપ્રિયતા મેળવી હતી, જેમાં ફિલ્મની સ્ટોરી સાથે ગીત અને ઈમરાન સાથેના બોલ્ડ સીનને લઈ આજે પણ લોકો તેમને ભૂલી શક્યા નથી.
2014માં ઈમરાન હાશમીએ કોફી વિથ કરન શોમાં મલ્લિકા માટે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ઓન સ્ક્રીન ખરાબ કલાકારના સવાલના જવાબમાં ઈમરાને મલ્લિકા શેરાવતનું નામ આપ્યું હતું, જ્યારે બેસ્ટ જેકલીન ફર્નાન્ડિઝનું નામ આપ્યું હતું.
ભૂતકાળની વાત કરીએ તો 20 વર્ષ પહેલા મર્ડર સુપરહીટ રહી હતી, પરંતુ ફિલ્મના સેટ પર બંનેને એકબીજા સાથે બનતું નહીં. એક ઈન્ટરવ્યૂમાં 2021માં મલ્લિકાએ ઈમરાન સાથેની લડાઈને યાદ કરીને કહ્યું હતું કે બંને એકબીજા સાથે વાત કરતા નહોતા. ધ લવ લાફ લાઈફ શોમાં મલ્લિકાએ કહ્યું હતું કે અમારી વચ્ચે અણબનાવ હતો, તેથી એકબીજા સાથે વાત કરતા નહોતા. એટલું જ નહીં, બંને એકબીજાને પણ પસંદ કરતા નહોતા, એવું મલ્લિકા શેરાવતે જણાવ્યું હતું.