પરિવારના આ સભ્ય સાથે છે Aishwarya Rai-Bachchanનો 36નો આંકડો? Abhishek Bachchanએ ચૂકવવી પડશે કિંમત?

બચ્ચન પરિવાર (Bachchan Family)માં ચાલી રહેલાં વિખવાદનો અંત આવવાનું નામ જ નથી લઈ રહ્યો. દરરોજ આ પરિવાર તેમ જ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ને લઈને કોઈને કોઈ ખુલાસા થતાં જ હોય છે. લોકો જાત-જાતની અટકળો લગાવી રહ્યા છે, પણ હવે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યાને લઈને ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે.
બચ્ચન પરિવારમાં ચાલી રહેલાં મતભેદ માટે લોકો જાત જાતના કારણો જણાવી રહ્યા છે, એમાંથી જ એક કારણ ઐશ્વર્યા રાય અને શ્વેતા બચ્ચન (Shweta Bachchan) પણ માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં કંઈક અલગ જ છે.
શ્વેતાની સાથે સાથે બચ્ચન પરિવારના અન્ય એક સદસ્ય સાથે ઐશ્વર્યાનો 36નો આંકડો છે અને બની શકે કે આ સભ્ય જ અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે આવી પડેલાં અંતરનું કારણ હોઈ શકે છે. આવો જોઈએ કોણ છે આ મહિલા-અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે નણંદ-ભાભીના સંબંધમાં આવેલી ખટાશનો ખામિયાજો જુનિયર બચ્ચનને ભોગવવાનો વારો આવ્યો છે તો એવી અટકળો પણ લગાવવામાં આવી રહ્યા છે કે સાસુ જયા બચ્ચન (Jaya Bachchan) સાથે પણ ઐશ્વર્યાની તૂ તૂ મૈં મૈં ચાલતી રહે છે. બંનેના સંબંધમાં પડેલી ફૂટથી ફેન્સ પણ ખૂબ જ પરેશાન છે.
જૂના ઈન્ટરવ્યુમાં જયા બચ્ચન ઐશ્વર્યાના ખૂબ જ વખાણ કરતાં હતા અને હવે તો તેઓ ઐશ્વર્યાનું નામ સુધ્ધા લેવાનું પસંદ નથી કરતાં. એટલું જ નહીં પણ જયા બચ્ચન ભૂતકાળમાં પણ અનેક વખત ઐશ્વર્યા સાથે ખૂબ જ વિચિત્ર કહી શકાય એ રીતે વર્તતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચેના ભંગાણની જ વાતો થઈ રહી છે. બંનેના ફેન્સ આ વિખવાદને કારણે ખૂબ જ ટેન્શનમાં છે.
સાસુ જયા બચ્ચનની જેમ જ સસરા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ સોશિયલ મીડિયા પર દીકરા અભિના ભરપેટ વખાણ કરતાં જોવા મળે છે, પણ પોતાની વહુ ઐશ્વર્યા વિશે એક પણ શબ્દ બોલવાનું પસંદ નથી કરતાં. આ બધા વચ્ચે બિગ બીના ખભા પર જ બચ્ચન પરિવારની જવાબદારી છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં જ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચેનો વિખવાદ વધારે ચગ્યો છે. જોઈએ હવે આખરે શું થાય છે એ…
Also Read –