આમિર ખાનની ફિલ્મના પ્રિમિયરમાં દીકરા જુનૈદને ધક્કે ચડાવાયોઃ જુઓ વાયરલ વીડિયો...

આમિર ખાનની ફિલ્મના પ્રિમિયરમાં દીકરા જુનૈદને ધક્કે ચડાવાયોઃ જુઓ વાયરલ વીડિયો…

આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પર આજે રિલિઝ થઈ છે અને થિયેટરોમાં જોનારા સારો રિવ્યુ પણ આપી રહ્યા છે. આમિરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખાસ મિત્રો માટે પ્રિમિયર શૉનું આયોજન ગુરુવારે રાત્રે કર્યું હતું. આ શૉમાં સલમાન ખાને પણ હાજરી આપી હતી. સલમાને અવો દાવો પણ કર્યો હતો કે આ ફિલ્મ આમિર પહેલા તેને ઓફર થઈ હતી. જ્યારે આમિરે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેને ઓટીટી પ્લેટફોર્મ માટે સારી એવી ઓફર મળી હતી, પરંતુ તેને આ ફિલ્મ કરવાનું નક્કી કર્યું.

જોકે વાત આપણે ફિલ્મની નથી કરવાની, પણ આ પ્રીમીયરમાં બનેલી એક ઘટનાની કરવાની છે, જે એક રીતે જોઈએ તો ગંભીર કહેવાય. સોશિયલ મીડિયામાં થઈ રહેલા એક વાયરલ વીડિયો અનુસાર આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન આવી રહેલા સલમાન ખાનને મળવા માગતો હતો, પરંતુ સલમાનની આગળ પાછળ ફરતા બોડીગાર્ડે જુનૈદને પણ હડસેલી મૂક્યો. સલમાને આ જોયું નહીં કે જાણીજોઈને ન જોયું તે ખબર નથી, પણ જુનૈદ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયો હોવાનું તેના ચહેરા પર જોવા મળ્યું. જુનૈદ માત્ર આમિર ખાનનો દીકરો નથી, પરંતુ પોતે પણ એક અભિનેતા છે અને સારી ફિલ્મો તેણે કરી છે. જોકે સલમાન અને આમિર સાથે તે સ્ટેજ પર ફોટો ખેંચતો જોવા મળ્યો હતો.

બીજી બાજુ સલમાન ખાનને ધમકીઓ મળતી હોવાથી તેની સિક્યોરિટી ટાઈટ કરવામાં આવી છે અને તેની આસપાસ ફરકવું અઘરું બની ગયું છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button