મનોરંજન

ના તો આલિયા, ના ઐશ્વર્યાઃ આ અભિનેત્રી છે ભારતની સૌથી અમીર એક્ટ્રેસ

ભારતની સૌથી ધનિક અભિનેત્રી વિશે વાત કરીએ તો તમારા મગજમાં સૌપ્રથમ આલિયા ભટ્ટ દીપિકા પદુકોણ અથવા અલબત્ત પ્રિયંકા ચોપરાનું નામ આવે. પરંતુ અહીં તમે ખોટા છો અને તમને જાણીને નવાઈ લાગશે કે આ નવા નામો માંથી એકે નામ નથી પરંતુ ભારતની સૌથી અમીર અભિનેત્રી નેવુંના દાયકાની સ્ટાર છે.

તમને એ જાણીને નવાઈ લાગશે કે ૨૦૦૯ બાદ તેમના નામે બોક્સ ઓફિસ પર કોઈ હિટ ફિલ્મ નથી. આમ છતાં, તે આજના ટોચના સ્ટાર્સ કરતાં વધુ શ્રીમંત છે. એક જમાનામાં નેવુંના દાયકો હતો જ્યારે ભારતીય કલાકારોએ એક ફિલ્મ માટે એક કરોડ ફીનો આંકડો પાર કર્યો હતો.

ટૂંક સમયમાં, મોટા સ્ટાર્સ ઘણી જાહેરાતોના ચહેરા બની ગયા અને પૈસા પાણીની જેમ વહેવા લાગ્યા. ઘણા કલાકારો અભિનયની સાથે સાથે બિઝનેસની દુનિયામાં પણ છવાઈ ગયા અને કરોડપતિ બની ગયા. તેથી, તે આશ્ચર્યજનક નથી કે ભારતની સૌથી ધનિક અભિનેત્રીનો વિશ્વની ટોચની ૧૦સૌથી ધનિક અભિનેત્રીઓની યાદીમાં સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે અભિનેત્રીએ છેલ્લા એક દાયકામાં એક પણ હિટ ફિલ્મ આપી નથી.

જુહી ચાવલાને ભારતની સૌથી શ્રીમંત અભિનેત્રી ગણાવવામાં આવી છે. વાસ્તવમાં, ૨૦૨૪ની હુરુન રિચ લિસ્ટ મુજબ જો આપણે સૌથી ધનિક ભારતીય કલાકારોની વાત કરીએ તો અભિનેત્રીની સંપત્તિ તેના મિત્ર અને બિઝનેસ પાર્ટનર શાહરૂખ ખાન પછી બીજા ક્રમે હોવાનું કહેવાય છે.

હુરુનના જણાવ્યા અનુસાર જુહીની કુલ સંપત્તિ લગભગ રૂ. ૪,૬૦૦ કરોડ છે, જે તેના સાથી કલાકારો અથવા જુનિયરો કરતાં ઘણી વધારે છે. જુહી પછીની પાંચ સૌથી અમીર ભારતીય અભિનેત્રીઓની કુલ સંપત્તિનો સરવાળો કરવામાં આવે તો પણ તે જુહીની સંપત્તિ કરતાં ઓછી છે. જુહી પછી, ઐશ્વર્યા રાય બચ્ચન બીજા સ્થાને છે, જેની કુલ સંપત્તિ અંદાજે ₹ ૮૫૦ કરોડ કરતાં વધુ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : માતા સાથે મળીને આ બોલીવૂડ એક્ટ્રેસે મુંબઈમાં ખરીદી કરોડોની પ્રોપર્ટી, કિંમત સાંભળશો તો…

પ્રિયંકા ચોપરા તેની બ્રાન્ડ અને ફિલ્મ પ્રોડક્શન કંપની અને હોલીવુડ ફિલ્મોને કારણે લગભગ ₹ ૬૫૦ કરોડની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે. આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ પણ ટોચની ૫ અભિનેત્રીમાં સામેલ છે, જેઓ અભિનયની સાથે બિઝનેસવુમન પણ છે.

એવું નથી કે જુહી ચાવલાની સંપત્તિનો સ્ત્રોત માત્ર સિનેમા જ છે. તે ૯૦ ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. જુહીની છેલ્લી બોક્સ ઓફિસ એવરેજ ફિલ્મ ૨૦૦૯ની ફિલ્મ (લક બાય ચાન્સ) હતી. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું બજેટ ૧૫ કરોડ રૂપિયા હતું અને કલેક્શન ૨૯ કરોડ રૂપિયા હતું. ફિલ્મ સરેરાશ હતી, પરંતુ વિવેચકો તરફથી પ્રશંસા મળી.

તેમની સંપત્તિનો મોટો હિસ્સો તેમના વ્યવસાયિક રોકાણોમાંથી આવે છે. રેડ ચિલીઝ ગ્રૂપનો ભાગ હોવા ઉપરાંત, જુહી ક્રિકેટ ટીમો (આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ)ની સહ-નિર્માતા અને સહ-માલિક છે. આ બધા સિવાય, એવું કહેવાય છે કે તે ઘણી બધી રિયલ એસ્ટેટની પણ માલિકી ધરાવે છે અને તેના કરોડપતિ ઉદ્યોગપતિ પતિ જય મહેતા સાથે સંયુક્ત રીતે અન્ય વ્યવસાયોમાં રોકાણ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button