મનોરંજન

ઝુબિન નોટિયાલનું બરબાદ સૉંગ્સ એક દિવસમાં એક કરોડે જોયું

યશરાજ ફિલ્મ્સની ફિલ્મ સૈયારાનું ટિઝર લૉંચ થયું ત્યારથી તે અવેઈટેડ ફિલ્મોની યાદીમાં આવી ગઈ છે. નેટ યુઝર્સ ફિલ્મના સ્ટાર્સને સર્ચ કરી રહ્યા છે ત્યારે હવે ફિલ્મનું ગીત પણ એટલું જ ટ્રેન્ડિંગ છે. સૈયારાનું બરબાદ સૉંગ્સ લૉંચ થયું તેના 24 કલાકમાં જ એક કરોડ જેટલા વ્યુ સૉંગને મળ્યા છે.

અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડી લોકોને ગમી રહી છે અને ખાસ કરીને યંગસ્ટર તેમનાં વિશે નેટ પર સર્ચ કરતા જોવા મળી રહ્યા છે.

ઝુબિન નોટિયાલનું બરબાદ સોંગ

રોમાન્ટિક ફિલ્મ માટે જાણીતા યશરાજ બેનરે ડિરેક્ટર તરીકે મોહિત સૂરીની પસંદગી કરી છે. બરબાદ સૉંગ ઝુબિન નોટિયાલે ગાયું છે. ફિલ્મમાં અહાન અને અનીતની કેમેસ્ટ્રી સારી દેખાઈ રહી છે. બન્નેનો કિસિંગ સિન પણ છે. કપલ રોમાન્ટિક લાગી રહ્યું છે. ફિલ્મનું મ્યુઝિક ઋષભ કાન્તે આપ્યું છે જે The Rish નામથી વધારે પોપ્યુલર છે.

ઝુબિન નોટિયાલ રોમાન્ટિક સૉંગ્સ માટે જાણીતો છે. મોહીત સૂરીએ કહ્યું હતુ કે અમુક એવા અવાજ છે જે તે સમયની જનરેશનમાં પોપ્યુલર થઈ જાય છે અને ઝુબિન તેમાંનો એક છે. તેનો અવાજ રોમાન્ટિક ગીતો માટે એકદમ ફીટ છે.

આ પણ વાંચો -‏‏‎ “તમારી ઉમર થઈ ગઈ છે” મોડી રાત્રે આવી પોસ્ટ કરનાર યુઝર્સને અમિતાભ બચ્ચને આપ્યો જોરદાર જવાબ

અહાન પાંડે ચંકી પાંડેનો ભત્રીજો છે અને આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે જ્યારે અનીત બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાઈ નામની સિરિઝમાં જોવા મળી હતી. જોકે ફિલ્મનું ટીઝર આઉટ થયું ત્યારબાદ લોકો અનીત પડ્ડામાં વધારે રસ લઈ રહ્યા છે.
ફિલ્મની રિલિઝ 18મી જુલાઈના રોજ છે ત્યારે આ કપલને કેવો રિસ્પોન્સ મળે છે તે જોવાનું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button