Jr NTRને ન ગમ્યું બોલીવૂડનું કલ્ચરઃ પાપારાઝી સામે ભડક્યો

સાઉથ અને બોલીવૂડનું કલ્ચર અલગ છે. મુંબઈમાં 24 કલાક તમારી પાછળ ફરતા ફેન્સ છે અને સતત તમને કેમેરામાં કેદ કરતા ફોટોગ્રાફર્સ છે. સાઉથમાં ફેન્સ ફિલ્મ રિલિઝ થાય ત્યારે પોતાના સુપરસ્ટાર પાછળ પાગલ હોય છે, પરંતુ તેમના વ્યક્તિગત જીવનમાં વધારે રસ લેતા નથી. બોલીવૂડના સ્ટારને આ પ્રાઈવસી મળતી નથી તો બીજી બાજુ સતત લાઈમલાઈટમાં રહેવા માગતા બોલીવૂડ સ્ટાર માટે આ પાપારાઝીઓ સૌથી મહત્વના છે.
જોકે સાઉથના સુપરસ્ટાર અને બોલીવૂડમાં ડેબ્યુ કરનારા જૂનિયર એનટીઆરને બોલીવૂડની આ સ્ટાઈલ ગમી નથી. એકાંતમાં રહેવા માગતા અને ઈન્ટ્રોવર્ડ જૂનિયર એનટીઆર મુંબઈમાં એક હોટેલમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ પાપારાઝી તેમની પાછળ પડતા તેઓ ભડકી ગયા હતા. તેમના સિક્યોરિટી ગાર્ડ્સે તેમને હટાવવા પડ્યા હતા.
હૈદરાબાદમાં મોટે ભાગે શૂટિંગ કરતા અભિનેતાએ એક વાર ત્યાના ફોટોગ્રાફરને પણ એરપોર્ટ પર પૂછી લીધું હતું કે તું ઘરે જઈ ન્હાઈધોઈ છે કે નહીં કે અહીં જ પડ્યો રહે છે.
પાપારાઝીઓને સ્ટાર ગમે ત્યાં જાય તેમને ફોલો કરવાની આદત હોય છે. તેમના એક ફોટાને જોવાવાળા કરોડો લોકો છે. શૉ બિઝનેસનો આ એક પાર્ટ છે.
Jr NTR હાલમાં રિતિક રોશન ( Hrithik) સાથે વૉર-2નું શૂટિંગ કરી રહ્યો છે. એનટીઆર આ ફિલ્માં ગ્રે શેડનું પાત્ર ભજવશે તેવું જાણવા મળ્યું છે. જોકે બન્ને સાથે શૂટિંગ કરતા હોય તેવી તસવીરો હજુ જોવા મળી નથી. આરઆરઆરથી જૂનિયર એનટીઆર દેશભરમાં ફેમસ થયો છે.