એ જ લુક, એ જ એક્સપ્રેશન્સ, આબેહુબ જોની લીવર જેવો લુક જોઈને ચાહકો પણ અચંબામાં

બોલિવૂડ સ્ટાર્સના લૂક અલાઇક હોય એ કંઇ નવી વાત નથી. આપણે અવારનવાર શાહરૂખ ખાન, સલમાન ખાન, રિતીક રોશન કે પછી ગોવિંદાના લુક અલાઇક જોયા જ હશે. તમે અજય દેવગનથી લઈને કરીના કપૂર અને કિયારા અડવાણી સુધીના લોકોના ડુપ્લિકેટ જોયા જ હશે. હવે અમે તમારે માટે કોમેડી કિંગ જોની લીવરનો લુક અલાઇક લઇને આવ્યા છીએ. એનો વીડિયો જોઇને તમે પણ મોં મા આંગળા નાખી દેશો. આબેહુબ જોની લીવર જેવો લુક, એ જ એક્સપ્રેશન્સ….
અભિનય કરવો સરળ છે, પણ કોમેડી કરવી અને લોકોને હસાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. એમાં કોમેડી ટાઇમિંગ ઘણો મહત્વનો હોય છે. બોલિવૂડ કલાકાર જોની લીવર આ કામમાં ઉસ્તાદ છે. વર્ષોથી તેઓ લોકોને હસાવી રહ્યા છે. જોની લીવર ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં છે, પણ હજુ સુધી તેમની કક્ષાનો કોઇ કોમેડી કલાકાર મળ્યો નથી જે તેમના જેવી કોમેડી કરી શકે. ઘણા લોકો જોની લીવરની નકલ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા છે.
હાલમાં જોની લીવરના લૂક અલાઇકનો એક વીડિયો બહાર આવ્યો છે, જેને જોઇને તમે પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ જશો કે અસલી કોણ છે? સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેનો દેખાવ અને એક્સપ્રેશન્સ જોની લીવર સાથે બરાબર મેળ ખાય છે. તે લોકોને જોની લીવર સ્ટાઈલમાં હોળીની શુભેચ્છા આપી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. જોકે, જોની લીવરનો લુક અલાઇક થોડો યંગ લાગે છે, પણ આ વીડિયો યંગ જોની લિવરના વીડિયો તરીકે પણ સુંદર લાગે છે.
આ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. લોકો અદભૂત, શાનદાર જેવા શબ્દોથી વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે.
જોની લીવરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ મેદાનમાં જોવા મળશે, જે 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. આ ઉપરાંત તેઓ વેલકમ ટુ ધ જંગલ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટણી જેવા કલાકારો સાથે જોવા મળશે.