મનોરંજન

જોન અબ્રાહમની ‘ધ ડિપ્લોમેટ’એ પહેલા દિવસે આટલી કમાણી કરી; છાવા હજુ પણ છવાયેલી…

મુંબઈ: જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ધ ડિપ્લોમેટ (The Diplomat Film) ગત શુક્રવારે સિનેમાઘરોમાં સિલીઝ થઇ છે, બોક્સ ઓફિસ પર ફિલ્મે સારી શરૂઆત (Box Office Collection) નોંધાવી છે, ફિલ્મે રિલીઝના પહેલા દિવસે અંદાજે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મને હોળીની રજાના ફાયદો થયો અને દર્શકો ફિલ્મ જોવા થીયેટર્સમાં પહોંચ્યા હતાં. બીજી તરફ વિકી કૌશલની ફિલ્મ છાવા (Chhaava) હજુ પણ બોક્સ ઓફિસ પર છવાયેલી છે, જેને કારણે ધ ડિપ્લોમેટની કમાણીને પણ અસર પહોંચી.

Also read : All The Best Pandya review : ગુજરાતીમાં કંઈક નવું જોઈતું હતું ને, લો આવી ગયું પણ…

એક અહેવાલ મુજબ, ધ ડિપ્લોમેટે ભારતમાં રિલીઝના પહેલા દિવસે રૂ. 4 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. ઓપનિંગ ડે પર એકંદરે ઓક્યુપન્સી રેટ 20.45 ટકા હતો, જેમાં આખા દિવસ દરમિયાન ફેરફાર જોવા મળ્યો. સવારના શોમાં સામાન્ય 7.31 ટકા ઓક્યુપન્સી રહી હતી, જયારે બપોર દરમિયાન 19.42 ટકા રહી. સાંજના શોમાં ઓક્યુપન્સી 28.50 ટકા અને રાતના શોમાં ઓક્યુપન્સી 26.56 ટકા રહી હતી.

છાવા હજુ પણ છવાયેલી:
ધ ડિપ્લોમેટે સારી શરૂઆત નોંધાવી, ત્યારે લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત ફિલ્મ ‘છાવા’ હજુ મજબૂત કમાણી કરી રહી છે. છાવાની રિલીઝના ઘણા અઠવાડિયા થઇ ચુક્યા છે. રિલીઝના પાંચમા શુક્રવારે છાવાએ રૂ. 7.25 કરોડની કમાણી કરી હતી.

ધ ડિપ્લોમેટ સત્ય ઘટના પર આધારિત:
શિવમ નાયર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ ભારતીય મહિલા ઉઝમા અહમદ સાથે જોડાયેલી વાસ્તવિક ઘટના પર આધારિત છે, ઉઝમાના પાકિસ્તાનમાં બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા અને બાદમાં ભારતીય રાજદ્વારીની મદદથી તેને બચાવી લેવામાં આવી હતી.

Also read : ધૂળેટીના દિવસે બોલીવૂડ શોકમાંઃ દેબ મુખર્જીનું અવસાન, અંતિમયાત્રામાં રણબીર સહિત ઘણા આવ્યા

આ ફિલ્મમાં જોન અબ્રાહમ વરિષ્ઠ રાજદ્વારીય અધિકારી જેપી સિંહનું પાત્ર ભજવી રહ્યો છે, જે ઉઝમાને ભારત પરત લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સાદિયા ખતીબે ઉઝમા અહમદનું પાત્ર ભજવ્યું છે, જેના અભિનયની પ્રશંસા થઈ છે. આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાન રાજદ્વારીય સંબંધ ખુબ સારી દર્શાવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button