મનોરંજન

JIO MAMI મુંબઇ ફેસ્ટીવલ-2023નું રંગેચંગે સમાપન: આ ફિલ્મોએ જીત્યા એવોર્ડ

સાર્વનિક કૌરની ‘અગેઇન્સ્ટ ધ ટાઇડ’, દિવા શાહની ‘બહાદુર- ધ બ્રેવ’ અને કનુ બ્હેલની ‘આગ્રા’એ JIO MAMI મુંબઇ ફેસ્ટીવલ-2023માં મોટાપાયે એવોર્ડઝ જીત્યા હતા.

આશરે 3 વર્ષ બાદ 27 ઓક્ટોબરના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે શરૂ થયેલા આ 10 દિવસના ફિલ્મ સમારોહમાં અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. એવોર્ડ સમારંભની જ્યુરીમાં જાણીતા બોલીવુડ ફિલ્મ નિર્માતા મીરા નાયર, ઓસ્ટ્રેલિયાના જાણીતા લેખક અને ફિલ્મમેકર ડેવિડ મિકોડ, ફિલિપાઇન્સના અભિનેતા ઇઝાબેલ સેન્ડોવલ અને ફ્રેન્ચ ફિલ્મ સમીક્ષક એડોઅર્ડ વેનટ્રોપ સામેલ થયા હતા.


અભિનેત્રી કલ્કી કોચલિને iPhone પર MAMI સિલેક્ટ રજૂ કર્યું. આ એક નવી પહેલ છે જ્યાં ઉભરતા ફિલ્મ નિર્માતાઓ ઉચ્ચ ગુણવત્તાવાળી ટૂંકી ફિલ્મો બનાવીને iPhone 15 Pro Max પર શૂટ કરીને અને MacBook Pro પર જ સંપાદિત કરીને હાઇ ક્વોલિટી શોર્ટ ફિલ્મ બનાવી શકશે.


આ માટે કેટલાક નવોદિત દિગ્દર્શરોની ટીમ બનાવવામાં આવી છે જેને બોલીવુડના ખ્યાતનામ દિગ્દર્શકો વિશાલ ભારદ્વાજ, વિક્રમાદિત્ય મોટવાણે, રોહન સિપ્પી માર્ગદર્શન આપશે.

આ વર્ષે ફેસ્ટિવલમાં 70 અલગ-અલગ દેશોની 70 ભાષાઓમાં 300 થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર કુલ ફિલ્મોમાંથી લગભગ 70 ફિલ્મોનું નિર્દેશન મહિલા ફિલ્મ નિર્માતાઓએ કર્યું હતું.


આ કાર્યક્રમમાં અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ સમારંભો યોજાયા જેમાં IMDb ઓડિયન્સ ચોઇસ એવોર્ડ્ઝમાં IMDbના ઇન્ડિયા હેડ યામિની પટોડિયાએ ‘ધ મોન્ક એન્ડ ધ ગન’ ફિલ્મને એવોર્ડ મળ્યાની જાહેરાત કરી હતી. ફેસ્ટિવલના સમાપન સમારોહમાં જાહ્નવી કપૂર, વિશાલ ભારદ્વાજ, માનુષી છિલ્લર, કિરણ રાવ અને મીરા નાયર જેવા અનેક સેલેબ્સે હાજરી આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?