Abhishek Bachchan-Aishwarya Raiના લગ્ન રોકવા આ એક્ટ્રેસે કાપી હતી હાથની નસ…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને જાત-જાતની અટકળો પણ ફેન્સ લગાવી રહ્યા છે. બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાની અફવાઓ પણ ઉડી રહી છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના લગ્નજીવનમાં પડેલું ભંગાણ એટલું ચર્ચાનું કારણ બન્યું છે એટલા જ તેના લગ્ન પણ એ સમયે ચર્ચાનું કારણ બન્યા હતા અને એનું કારણ હતી જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)…
તમને જાણીને નવાઈ લાગશે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન રોકવા માટે જ્હાન્વી કપૂરે પોતાના હાથની નસ કાપી લીધી હતી. એટલું જ નહીં તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના અને અભિષેકના સિક્રેટ વેડિંગ થઈ ગયા છે. અહં… આ જ્હાન્વી કપૂર બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર નહીં પણ મોડેલ જ્હાન્વી કપૂર છે.
જ્હાન્વી કપૂર એક મોડેલ હતી અને એ સમયે જ્હાન્વીએ દાવો કર્યો હતો કે 2006માં અભિષેક બચ્ચને તેની સાથે છૂપીને લગ્ન કર્યા હતા. એટલું જ નહીં પણ જ્હાન્વીએ અભિષેક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. જ્યારે પોલીસે જ્હાન્વી પાસે આ લગ્નના પૂરાવા માંગ્યા ત્યારે તેની પાસે એક પણ પૂરાવો નહોતો કે ન તો કોઈ સાક્ષીદાર હતો. આ કારણે પોલીસે અભિષેક સામે કોઈપણ કાર્યવાહી નહોતી કરી.
જ્હાન્વીએ આ લગ્ન તોડાવવા માટે હાથની નસ પણ કાપી લીધી હતી, પરંતુ એવું થઈ શક્યું નહોતું. એ વખતે પણ જ્હાન્વીએ ખૂબ જ ધમાચકડી મચાવી હતી. આ બધી ધમાલને કારણે ઐશ્વર્યા અને અભિષેકના લગ્નની ઊજવણી એકદમ ફિક્કી પડી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે અને બંને જણ એકબીજા સાથે વાત કરવાનું અને જાહેરમાં દેખાવવાનું ટાળે છે. ઐશ્વર્યા પણ કેટલાય સમયથી પોતાના સાસરે નહીં પણ પિયરમાં રહે છે. હવે કપલ વચ્ચે શું ચાલી રહ્યું છે એ તો એ લોકો જ જણાવી શકે, આપણે તો ખાલી અટકળો લગાવી શકીએ…
Also Read –