મનોરંજન

પપ્પાની બર્થડે પાર્ટીમાં રુમર્ડ બોયફ્રેન્ડ સાથે પહોંચી જ્હાન્વી કપૂર

ફિલ્મ નિર્માતા બોની કપૂરે તાજેતરમાં તેમનો 68મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. આ બર્થડે પાર્ટીમાં કપૂર પરિવારના નજીકના લોકોએ હાજરી આપી હતી. હવે જાહ્નવી કપૂરની તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથેની એક તસવીર સામે આવી છે જે વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પ્રભાવક ઓરીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં બોની કપૂર જન્મદિવસની કેક કાપતા જોવા મળ્યા હતા. કપૂર પરિવાર એટલે કે અર્જુન કપૂર, ખુશી કપૂર, જાન્હવી કપૂર બોની કપૂરની આસપાસ જોવા મળ્યા હતા. જો કે, આ ક્લિપમાં રૂમર્ડ કપલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.


જે વીડિયો સામે આવ્યો છે, તેમાં બોની કપૂરની બાજુમાં જાહ્નવી અને તેનો રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા જોવા મળ્યા હતા. બંને તાળીઓ પાડીને બોની કપૂરને જન્મદિવસની શુભેચ્છા આપતા જોવા મળે છે. પાર્ટીમાં શિખર મરૂન કલરના કુર્તા પહેરીને પહોંચ્યો હતો, જ્યારે જાહ્નવી જાંબલી રંગની સાડીમાં સુંદર લાગી રહી હતી. બંનેનો એકસાથે કેપ્ચર થયેલો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. બીજી એક તસવીર સામે આવી છે જેમાં બોની કપૂર શિખર પહાડિયા સાથે પોઝ આપતા જોવા મળે છે.


મોટાભાગના લોકો જાણે છે કે શિખર જાહ્નવી કપૂરનો કથિત બોયફ્રેન્ડ છે. જોકે, તે કોણ છે તે થોડા જ લોકો જાણતા હશે. શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. શિખર મુંબઈ સ્થિત બિઝનેસમેન સંજય પહાડિયા અને સ્મૃતિ પહાડિયાનો પુત્ર છે. તેના માતાપિતાએ 2008માં છૂટાછેડા લીધા હતા. શિખર પોતે પ્રોફેશનલ પોલો પ્લેયર છે.


જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ અને ‘દેવરા’ ફિલ્મોમાં જોવા મળશે. જાહ્નવી કપૂર બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button