Shweta Tiwariની ઓન સ્ક્રીન 40 વર્ષની દીકરીની એક ઝલક જોઈ લેશો તો… | મુંબઈ સમાચાર

Shweta Tiwariની ઓન સ્ક્રીન 40 વર્ષની દીકરીની એક ઝલક જોઈ લેશો તો…

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) પોતાની સુંદરતા અને ફિટનેસથી ફેન્સને ઘેલુ લગાવે છે. ટચૂકડાં પડદા પર શ્વેતા તિવારી એક મોટું નામ બની ગયું છે. ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કીથી તેને ખૂબ જ નેમ અને ફેમ મળ્યા હતા.

તેણે આ શોમાં પોતાનાથી મોટી ઉંમરના કલાકારોની માતાનો રોલ નિભાવ્યો હતો. આ જ સિરીયલમાં શ્વેતા તિવારીની ઓન સ્ક્રીન દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસ હવે ખૂબ જ હસીન બની ગઈ છે, અને તેણે શ્વેતાને પણ સુંદરતામાં પાછળ છોડી દીધી હતી. ચાલો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ…

ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કીમાં જેનિફર વિંગેટે શ્વેતા તિવારીની દીકરીનો રોલ નિભાવ્યો હતો. શ્વેતા અને જેનિફરને દર્શકોએ મા-દીકરીના રોલમાં ખૂબ જ પસંદ કરી હતી.

આપણ વાંચો: ટીવીની દુનિયા આવી છે? શ્વેતા તિવારીના ઈન્ટરવ્યુએ છેડ્યો વિવાદ

જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે બંનેની ઉંમર વચ્ચે માત્ર 4 વર્ષનો ફરક છે. શ્વેતા તિવારી હાલમાં 44 વર્ષની છે જ્યારે જેનિફરની ઉંમર 40 વર્ષની છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

જેનિફર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહી છે. ફેન્સ પણ એક્ટ્રેસની એક ઝલક જોવા માટે ખૂબ જ આતુર રહે છે. સુંદરતામાં શ્વેતાની તિવારીની આ ઓનસ્ક્રીન દીકરી તો માતા પર પણ ભારે પડી રહી છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.

આપણ વાંચો: શ્વેતા તિવારીની પેરેન્ટિંગ સ્ટાઈલ જાણો: પુત્રી પલક માટેના નિયમોનો પોડકાસ્ટમાં ખુલાસો

જેનિફર પણ ટચૂકડાં પડદાની મોટી એક્ટ્રેસ બની ગઈ છે અને તે ટીવી શો સિવાય વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે. જેનિફરે પોતાના દમ પર અનેક ટીવી શો કર્યા છે. 1995માં તેણે ફિલ્મ અકેલે હમ અકેલે તુમથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી હતી.

2002માં ટીવી સિરીયલ શાકા લાકા બૂમ બૂમથી તેણે ટીવી પર ડેબ્યું કર્યું હતું. કસૌટી ઝિંદગી કી સિરીયલમાં જેનિફરે સ્નેહા બજાજનો રોલ કર્યો હતો. આ સિવાય તેણે દિલ મિલ ગયે, સરસ્વતીચંદ્ર, બહેદ અને બેપનાહ જેવી ટીવી સિરીયલમાં કામ કર્યું છે.

જેનિફરે 2012માં પોતાના કો સ્ટાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. આ જોડી ફેન્સની ફેવરેટ હતી, પરંતુ 2014માં બંનેએ ડિવોર્સ લઈ લીધા.

જેનિફરના મિત્રોએ તેને કરણ સાથે લગ્ન ન કરવાની સલાહ આપી હતી, પરંતુ તેણે કરણ સાથે લગ્ન કર્યા હતા. હવે ડિવોર્સ બાદ જેનિફર એકલી જીવન જીવી રહી છે જ્યારે કરણ સિંહ બોલીવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button