મનોરંજન

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ આલિશાન હવેલી કોને વેચી?

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેઓ દેશના સૌથી મોંઘા ઘર એન્ટિલિયામાં રહે છે જેની કિંમત 15000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે. તેમના બાળકો ઈશા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી પણ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ ફોલો કરે છે. આનંદ પીરામલ સાથે લગ્ન કરનાર ઈશા અંબાણી વિદેશમાં પણ અનેક લક્ઝરી બંગલા ધરાવે છે.

હાલમાં ઇશા અંબાણીની અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા લોસ એન્જેલસના બેવર્લી હિલ્સ વિસ્તારમાં આવેલી હવેલીની ચર્ચા થઇ રહી છે. 38,000 ચોરસ ફૂટમાં પથરાયેલી આ 12 બેડરૂમની લક્ઝરી વૈભવી હવેલી એન્ટિલિયા કરતા જરાય ઓછી નથી. ઇશાની આ હવેલીમાં વિશાળ શયનખંડ અને બાથરૂમ જ નહીં પણ અલગ જિમ, સ્પા, સલુન્સ અને ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ પણ છે. મળતા અહેવાલ મુજબ ઇશા અંબાણીએ તેના 12 બેડરૂમ અને 24 બાથરૂમ સાથેની આ ભવ્ય હવેલી વેચી દીધી છે. અને આ હવેલી અન્ય કોઈએ નહીં પરંતુ અમેરિકન ગાયિકા જેનિફર લોપેઝ અને તેના ભાગીદાર બેન એફ્લેકે ખરીદી છે.

જેનિફર લોપેઝ તેના ચાહકોમાં JLO તરીકે ઓળખાય છે, તે બહુ-પ્રતિભાશાળી કલાકાર છે – ગાયક, અભિનેત્રી અને ડાન્સર. ઘણીવાર તેને “ડાન્સિંગ ક્વિન” તરીકે બિરદાવવામાં આવે છે, તેના વિશ્વભરમાં ઘણું ફેન ફોલોઇંગ છે. જેનિફરે બે વખત એકેડેમી એવોર્ડ વિજેતા અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બેન એફ્લેક સાથે લગ્ન કર્યા છે.

અહેવાલો અનુસાર, જેનિફર લોપેઝ અને બેન એફ્લેકે ઈશા અંબાણીના આલીશાન LA ઘરને 494 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

ઈશા અંબાણીએ 2022માં પોતાના આલીશાન બંગલામાં સમય વિતાવ્યો હતો. ઇશા અંબાણી જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેણે આ બંગલામાં સમય વિતાવ્યો હતો. તે સમયેતેની માતા નીતા અંબાણી પણ ગર્ભવતી પુત્રી સાથે આ બંગલામાં રહેતી હતી.


મોંઘા બેવર્લી હિલ્સ વિસ્તારમાં 5.2 એકરમાં ફેલાયેલી અંબાણીની વિશાળ હવેલીમાં 155 ફૂટનો ઈન્ફિનિટી પૂલ, ઇન્ડોર પિકલબોલ કોર્ટ, સલૂન, જિમ, સ્પા સહિત અનેક લક્ઝરી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લક્ઝરી હવેલીમાં 12 શયનખંડ અને 24 બાથરૂમ સાથે આઉટડોર મનોરંજક પેવેલિયન, રસોડું અને લીલીછમ લૉન છે. આ ઘર ઘણી પાર્ટી અને કૌટુંબિક મેળાવડાઓનું સાક્ષી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button