મનોરંજન

Amitabh Bachchanએ કહ્યું મારું દિલ તૂટી ગયું, નથી સૂકાઈ રહ્યા Jaya Bachchanના આંસુ… શું થયું આખરે-

બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી પારિવારિક વિખવાદને કારણે લાઈમલાઈટમાં આવી રહ્યો છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં છે. આ બધા વચ્ચે હેડિંગ વાંચીને તમને થયું હશે કે આખરે એવું તે શું થયું કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan) બંને ઈમોશનલ થઈ ગયા છે? દીકરાનું ઘર તૂટતું જોઈને જયા અને બિગ બીનું દિલ તૂટી ગયું છે તો એવું નથી.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જાવેદ અખ્તર (Javed Akhtar) અને સલમાન ખાનના પિતા સલીમ ખાન (Salim Khan) સાથે એકદમ ક્લોઝ છે. ચારેયનો બોન્ડ એકદમ સ્ટ્રોન્ગ છે. બિગ બી-જયાએ સલીમ-જાવેદ સાથે કામ કર્યો છે અને સલીમ-જાવેદની ફિલ્મ ઝંઝીર હિટ થયા બાદ જ બિગ અને જયાએ લગ્ન કર્યા હતા. બોલીવૂડને અનેક સુપર હિટ ફિલ્મો આપી ચૂકેલી સલીમ-જાવેદની જોડી જ્યારે તૂટી જ્યારે અનેક લોકોનું દિલ તૂટી ગયું હતું.

હાલમાં જ સલીમ-જાવેદ પર આધારિત ડોક્યુમેન્ટ્રી ધ એન્ગ્રી યંગમેન પર રીલિઝ થઈ હતી એ સમયે જયા અને અમિતાભ બચ્ચને પણ કબૂલ્યું હતું જ્યારે સલીમ-જાવેદની જોડી તૂટી ત્યારે તેમનું દિલ પણ તૂટી ગયું હતું. બિગ બીએ જણાવ્યું હતું બંને અલગ થઈ જતાં હું ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો. જોકે, મને સલીમ અને જાવેદ બંને સાથે અલગ અલગ પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. પણ બંનેને સાથે જોવું એ અલગ જ વાત છે.

સલમી જાવેદના સ્પ્લિટ પર વાત કરતાં જયા બચ્ચન પણ એકદમ ઈમોશનલ થઈ ગયા હતા અને એમની આંખો પણ આંસુઓથી છલકાઈ ઉઠી હતી. જોકે, પોતાના આંસુ લૂછતાં તેમણે જણાવ્યું હતું એ કે સમય ખૂબ જ ઓછો હતો, પણ શાનદાર હતો. મારું માનવું છે કે ફિલ્મોનો ઈતિહાસ આ ચેપ્ટર વિના બિલકુલ અધૂરો હતો.

જોકે, સલીમ-જાવેદે ડોક્યુમેન્ટ્રીમાં પોતાના અલગ થવાનું સાચું કારણ તો નથી જ જણાવ્યું જ નથી. જાવેદ અખ્તરે કહ્યું મેં નવા મિત્રો બનાવી લીધા અને સલીમ સાહબના પણ નવા મિત્રો બની ગયા હતા. ધીરે ધીરે અમારું નવું સર્કલ બનવા લાગ્યું અને અમે અલગ થઈ ગયા. અમારી સાંજની મુલાકાતો ઓછી થઈ ગઈ હતી અને એ પણ એક કારણ હતું, પણ અલગ થવાનું આ સારું કારણ નથી. આ મામલે સલીમ ખાને કહ્યું હતું કે અલગ થયા બાદ પણ અમે લોકો સારી રીતે એકબીજાને મળતા હતા.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button