મનોરંજન

Jaya Bachchanએ કોને કહ્યું બેવકૂફ છે એ એકદમ…

હેડિંગ વાંચીને તમને ય એવું થઈ ગયું હશે કે હવે Jaya Bachchanએ કોને બેવકૂફ કહી દીધા હેં ને? Jaya Bachchan ફિલ્મોથી ભલે લાંબા સમયથી દૂર છે પણ તેમ છતાં પોતાના બેબાક, બિન્ધાસ્ત નિવેદનોને કારણે લાઈમલાઈટમાં આવી જ જાય છે. પછી મુદ્દો કોઈ પણ હોય. હાલમાં જ શ્વેતા બચ્ચનની દીકરી નવ્યાના પોડકાસ્ટ શો પર પણ Jaya Bachchan આવું જ કંઈક કર્યું હતું.

આ પોડકાસ્ટ એપિસોડમાં Jaya Bachchanએ માચો મિથ્સ અને મોર્ડન મેનના ટોપિક પર પોતાના વિચારો ખુલીને વ્યક્ત કર્યા હતા અને આ દરમિયાન જ્યારે નવ્યાએ મહિલાઓની સ્વતંત્રતા અને ડેટ પર બિલ ભરવાનો મુદ્દો ઉઠાવ્યો તો Jaya Bachchanએ આને તદ્દન વાહિયાત અને મુર્ખામી ગણાવી હતી. આવો જોઈએ શું કર્યું Jaya Bachchanએ…


નવ્યા નવેલી નંદા હંમેશા મહિલા સશક્તિકરણ મુદ્દે વાત કરતી જોવા મળે છે. પોડકાસ્ટના આ નવા એપિસોડમાં તે મહિલાઓની આઝાદી વિશે વાત કરી રહી હતી અને તેણે કહ્યું હતું કે જો છોકરી ડેટ પર જઈ રહી છે તો જ્યારે પોતાનું બિલ એ જાતે ભરે છે કેટલાક લોકોને એ નથી ગમતું.

નવ્યાની આ વાત સાંભળીને નાની Jaya Bachchan હસવા લાગે છે અને કહે છે કે કેટલી બેવકૂફ છે એ મહિલાઓ. તેમણે પુરુષોને બિલ ભરવા દેવું જોઈએ. નાનીનો આ જવાબ સાંભળીને નવ્યા આગળ કહે છે કે છોકરાઓએ છોકરીઓ માટે દરવાજા ખોલવા, ખુરશી ખસેડી આપવી જેવા કામ ના કરવા જોઈએ. યુવતીઓ જાતે આ કામ કરી શકે છે. અગસ્ત્ય નંદાએ પણ આ મુદ્દા પર પોતાનો પોઈન્ટ ઓફ વ્યુ રાખતા જણાવ્યું હતું કે મને નથી લાગતું કે કોઈ છોકરી માટે દરવાજો ખોલવામાં કંઈ પણ ખોટું છે. જો કોઈ મદદ કરવાના હેતુથી દરવાજો ખોલે છે તો એમાં કંઈ જ અયોગ્ય નથી. આ સાંભળીને નવ્યા અગસ્ત્યને પૂછે છે કે શું કોઈ છોકરીએ તને આવું કરવાની મનાઈ કરી છે જેના જવાબમાં અગસ્ત્ય ના કહે છે.

જ્યારે માતા શ્વેતાએ દીકરી નવ્યાની આ વાત પર પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તું ખૂબ જ સેન્સેટિવ છે, જેના જવાબમાં અગસ્ત્ય કહે છે કે હું એવા લોકો સામે જ ઈમોશનલ થઈ શકું છું કે હું જેમની ખૂબ જ નજીક હોઉં છું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button