નેટિઝન્સને કેમ Jaya Bachchanને પૂછ્યું કે આ રીતે ક્યારેય ઐશ્વર્યા સાથે વાત કરી છે ખરી?
દર વર્ષની જેમ જ આ વર્ષે પણ બોલીવૂડ એક્ટ્રેસ કાજોલ (Kajol)એ જૂહુમાં પોતાનો દુર્ગા પંડાલ લગાવ્યો છે અને આ પંડાલમાં બોલીવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીના લોકોએ હાજરી આપી હતી. આજે બિગ બી પોતાનો 81મો જન્મ દિવસ ઊજવી રહ્યા છે ત્યારે જયા બચ્ચન પણ મા દુર્ગાના આશિર્વાદ લેવા માટે પંડાલ પહોંચ્યા હતા. જયા બચ્ચન સાથે દીકરી શ્વેતા બચ્ચન પણ માતાના આશિર્વાદ લેવા પહોંચી હતી.
જયા બચ્ચન દર વર્ષે આ પંડાલમાં જઈને માતારાનીના દર્શન કરીને એમના આશિષ પ્રાપ્ત કરે છે. આ વર્ષે જયા બચ્ચન ગોલ્ડન કલરની સિલ્કની સાડજી પહેરીને દર્શન કરવા પહોંચ્યા હતા. આ સાડી સાથે જયા બચ્ચન મરુન કલરના ડબલ લેયર્ડ નેકલેસ પહેર્યો હતો. ખુલ્લા વાળ અને પોટલી પર્સ કેરી કરીને જયા બચ્ચને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.
વાત કરીએ શ્વેતા બચ્ચનની વાત કરીએ તો શ્વેતાએ આ સમયે વ્હાઈટ અને મરુન કલરની સાડી પહેરી હતી અને હેવી ઝૂમખાં અને બિંદીમાં શ્વેતા એકદમ સુંદર લાગી રહી હતી. આ સમયે જયા બચ્ચન રાણી મુખર્જી અને કાજોલને એકદમ હસીને ગળે મળતા અને વાતો કરતાં જોવા મળ્યા હતા.
જયા બચ્ચનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આ વીડિયોને જોઈને જયા બચ્ચનને ટ્રોલ કરી રહ્યા છે. નેટિઝન્સે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ક્યારેય પોતાની વહુ ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે આ રીતે હસીને વાત કરી છે કે?
વાત કરીએ રાણી મુખર્જીના લૂકની તો રાણીએ તો રાણીએ લાલ કલરની બનારસી સાડી પહેરી હતી. ગોલ્ડન જ્વેલરી અને લાલ બિંદીમાં એક્ટ્રેસે પોતાનો ટ્રેડિશનલ લૂક ફ્લોન્ટ કર્યો હતો. રિયા ચક્રવર્તી પણ સરસ તૈયાર થઈને દુર્ગા પંડાલમાં માતા રાનીના આશિર્વાદ લેવા પહોંચી હતી.