Aishwarya સાથે Salman Khanએ કરેલી આ હરકત જોઈ Jaya Bachchan આજે પણ…

અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચેના અણબનાવના અહેવાલો અને ચર્ચાઓ વચ્ચે રોજ કંઈકને કંઈક નવા ફણગા ફૂટતા હોય છે. દરમિયાન સલમાન ખાન (Salman Khan)એ ઐશ્વર્યા સાથે કંઈક એવું કર્યું હતું જે જોઈને કદાય જયા બચ્ચન (Jaya Bachchan) ગુસ્સાથી એકદમ રાતાચોળ થઈ જશે એ વાત તો ચોક્કસ છે. ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું સલમાન ખાને-
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર સલમાન અને ઐશ્વર્યાને એક જૂનો રોમેન્ટિક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં સલમાન ઐશ્વર્યાને કાર સુધી ડ્રોપ કરતો અને પછી રોમેન્ટિક ગુડ બાય કિસ કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટો જોઈને એવી કમેન્ટ કરી રહ્યા છે કે જો જયા બચ્ચન આ ફોટો જોઈ લેશે તો તરત જ એમનો પારો ચઢી જશે.

આ પણ વાંચો : Aishwarya Rai-Bachchanને કોણ રોકી રહ્યું છે Abhishek Bachchanથી ડિવોર્સ લેતા?
સોશિયલ મીડિયા પર એક ફેન પેજ દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો છે અને આ ફોટોમાં સલમાન ખાન પોતાની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યાને કાર સુધી ડ્રોપ કરીને તેને કિસ કરતા જોવા મળી રહ્યા છે. જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધને લઈને પણ સોશિયલ મીડિયા પર વિવિધ રિપોર્ટ્સમાં અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જયા અને ઐશ્વર્યા વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા છે અને એટલે જ ઐશ્વર્યા હવે બચ્ચન પરિવાર સાથે નથી રહેતી.

ફેન્સને એ સવાલ પણ સતાવી રહ્યો છે કે શું ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન સાચે ડિવોર્સ લેવા જઈ રહ્યા છે? પણ સોશિયલ મીડિયા પર અભિષેકનો એક એવો વીડિયો પણ જોવા મળી રહ્યો છે કે જેમાં અભિષેક ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતો અને સગાઈની વીંટી દર્શાવતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પણ તેણે કહ્યું હતું કે તે હજી પણ મેરિડ છે અને અમે લોકો હજી પણ સાથે છીએ.
જોકેસ સાચું ખોટું તો હવે બચ્ચન પરિવાર, ઐશ્વર્યા કે અભિષેક જ જણાવી શકે, આપણે તો બસ અટકળો લગાવી શકીએ…