મનોરંજન

બોલ બચ્ચનના કારણે ફરી વખત ફસાયા Jaya Bachchan, હવે કહી એવી વાત કે…

બોલીવૂડના વીતેલા જમાનાના દિગ્ગજ હીરોઈનમાંથી એક એવા જયા બચ્ચન (Jaya Bachchan) પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહેતા હોય છે. ફરી એક વખત જયા બચ્ચન પોતાના સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેઓ ચર્ચામાં આવ્યા છે એનું કારણ છે અક્ષય કુમારની ફિલ્મ.

આ પણ વાંચો : OMG, આ કારણે Amitabh Bachchanએ કર્યા હતા Jaya Bachchan સાથે લગ્ન, ખુદ કર્યો ખુલાસો…

જયા બચ્ચને અક્ષય કુમારની ફિલ્મની મજાક ઉડાવતાં કહ્યું હતું કે હું તો આવા નામવાળી ફિલ્મ જોઉં પણ ના… એટલું જ નહીં તેમણે તો એવું પણ કહી દીધું હતું કે આવી ફિલ્મો તો બોક્સ ઓફિસ પર ફ્લોપ જ રહી હશે. આવો જોઈએ જયા બચ્ચને કઈ ફિલ્મની વાત કરી છે અને શું કામ?

Toilet ek prem katha

જયા બચ્ચને એક કાર્યક્રમમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકર સ્ટારર ફિલ્મ ટોઈલેટ એક પ્રેમકથાની મજાક ઉડાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મનું ટાઈટલ જોઈ લો. હું આવા નામવાળી ફિલ્મ ક્યારેય ના જોઉં, આવું પણ કંઈ નામ હોતું હશે. સાચે આ ફિલ્મનું નામ છે?

જયા બચ્ચને આ કાર્યક્રમમાં હાજર ઓડિયન્સને પૂછ્યું હતું કે શું તેઓ આ પ્રકારની નામવાળી ફિલ્મ જોવાનું પસંદ કરશો. જયા બચ્ચનનો આ સવાલ સાંભળીને ત્યાં હાજર કેટલાક લોકોએ હાથ ઉઠાવ્યો હતો. એ જોઈને જયા બચ્ચને જણાવ્યું હતું કે આટલા લોકોમાં જુઓ મુશ્કેલથી ચાર પાંચ લોકોએ હાથ ઉઠાવ્યો છે. બોક્સઓફિસ પર આ ફિલ્મ કેટલી મોટી સુપર ફ્લોપ રહી હશે.

અહીંયા તમારી જાણ માટે કે ટોઈલેટઃ એક પ્રેમકથા ફિલ્મ રૂ. 18 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 134.42 કરોડની કમાણી કરી હતી. જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 316.97 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ટૂંકમાં આવું કહીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

જયા બચ્ચનનો આ વીડિયો જોઈને અક્કીના ફેન્સ ગુસ્સે થયા છે. તેમણે આ વીડિયો પર રિએક્ટ કરતાં લખ્યું હતું કે જયા બચ્ચન કહે છે કે કોઈ પણ ટોઈલેટઃ એક પ્રેમકથા કે પેડમેન જેવી ફિલ્મો નહીં જુએ. બીજા એક યુઝરે લખ્યું હતું કે બંને ફિલ્મોમાં મહિલાઓની સમસ્યા દર્શાવવામાં આવી છે અને અહીંયા એક મહિલા જ આ ફિલ્મની મજાક ઉડાવી રહી છે.

આ પણ વાંચો : Viral Video: Agastya Nandaને જોતા જ Rekhaએ કર્યું કંઈ એવું કે લોકોને યાદ આવી ગઈ Jaya Bachchanની….

કલેક્શનની વાત કરીએ તો ટોઈલેટઃ એક પ્રેમકથા 216 કરોડ રૂપિયા અને પેડમેને 191 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આમ તો જયા બચ્ચનના પતિ અને બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પીકુ નામની એક ફિલ્મ કરી હતી. આ આખી ફિલ્મમાં બિગ બીએ ટોઈલેટની જ વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button