Jaya Bachchanએ આ રીતે વહુરાણી પર વરસાવ્યું વ્હાલ, વીડિયો થયો વાઈરલ…

હેડિંગ વાંચીને તમે ચોંકી ઉઠયા હશો, પણ અહીં જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનની વાત નથી થઈ રહી. આ તો જયાજીની ઓન સ્ક્રીન વહુ કાજલની વાત થઈ રહી છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં માતાની ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈ સહિત દેશભરમાં નવરાત્રિની ચમક જોવા મળી રહી છે. બોલીવૂડ સેલેબ્સ પણ નવરાત્રિના રંગે રંગાયા છે ત્યારે બોલીવૂડ એક્ટ્રેસ કાજોલ પણ પરિવાર સાથે માતા દુર્ગાની ભક્તિમાં લીન જોવા મળી રહી છે. મુખર્જી પરિવાર દર વર્ષે દુર્ગા પૂજાનું આયોજન કરે છે અને આ પંડાલમાં સેલેબ્સ માતાના દર્શન માટે આવે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જયા બચ્ચન અને કાજોલ ખૂબ જ પ્રેમથી ગળે મળે છે. એટલું જ નહીં ફોર એ ચેન્જ જયા બચ્ચને પેપ્ઝ પર ગુસ્સો કરવાને બદલે પોઝ આપ્યા હતા. જયા બચ્ચનના આ વર્તનને કારણે નેટિઝન્સ અને પેપ્ઝ પણ ચોંકી ઉઠ્યા હતા અને કમેન્ટ બોક્સમાં ખિલ્લી ઉડાવી રહ્યા છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે દર વર્ષની જેમ જયા બચ્ચન આ વખતે પણ મુખર્જી પરિવાર દ્વારા આયોજિત દુર્ગા પૂજામાં પહોંચ્યા હતા. આ વીડિયોમાં જયાને મળવા માટે કાજોલ ચંપલ ઉતારીને સ્ટેજ પર જતી જોવા મળે છે. બંનેની મુલાકાતના ફોટો પણ સામે આવી રહ્યા છે. કાજોલ ખૂબ જ ઉત્સાહથી જયાજીને ગળે મળી હતી અને લોકોને આ સમયે ફિલ્મ કભી ખુશી કભી ગમના એક સીનની યાદ આવી ગઈ હતી.
કાજોલ અને જયાજીએ એકબીજાને ગળે લગાવ્યા બાદ પેપ્ઝને હસતાં હસતાં પોઝ પણ આપ્યા હતા. જયાજી કાજલને મળીને એટલા બધા ઈમોશનલ થઈ ગયા હતા કે તેમણે લાંબો સમય સુધી કાજલને ગળે લગાવીને રાખી હતી. આ દરમિયાન બંને જણ એકબીજા સાથે વાત કરતી અને હસતી પણ જોવા મળી હતી. જયા-કાજલની આ પ્રેમાળ મુલાકાલે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે ઓન સ્ક્રીન વહુને મળીને જયાજી કેટલા ખુશ છે. અહીંયા તમારી જાણ માટે ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કાજલે જયાજીની વહુના રોલ કર્યો હતો અને જયાજી સાસુના રોલમાં હતા.
જયા બચ્ચનનું આ નવું વર્ઝન યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેઓ પોતાના ખૂબ જ જાણીતા ગુસ્સા અને ચીડચિડીયા વર્તનને બાજુએ રાખીને હસી-હસીને પેપ્ઝને પોઝ આપતી જોવા મળ્યા હતા. જયાજીના આ વર્તનને જોતાં યુઝર્સ અને ફેન્સને એવો સવાલ થઈ રહ્યો છે કે આખરે આ જયા બચ્ચનને શું થઈ ગયું છે યાર?
આપણ વાંચો: Paris Fashion Week: ઐશ્વર્યા રાય બચ્ચનનો ‘રોયલ’ લૂક, ડાયમંડ વર્ક આઉટફિટમાં ગ્રેસફૂલ રેમ્પ વોક…