
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે છે અને હવે ફરી એક વખત અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કરેલા ચોંકાવનારા ખુલાસાને કારણે પરિવાર ચર્ચાનું કારણ બન્યો છે. બિગ બી તેમના લોકપ્રિય કૌન બનેગા કરોડપતિ પર પોતાની પર્સનલ લાઈફના મજેદાર કિસ્સાઓ વિશે વાત કરે છે. આ જ દરમિયાન તેમણે પત્ની જયા બચ્ચન અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ઘરમાં અનેક નોકર હોવા છતાં પણ પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) તેમની પાસેથી ઘરની સાફ સફાઈ કરાવડાવે છે. ચાલો જોઈએ બિગ બીએ બીજું શું શું કહ્યું-
વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચન ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ પર અવારનવાર સ્પર્ધકો સાથે પર્સનલ લાઈફના મજેદાર કિસ્સા શેર કરતાં હોય છે. આ જ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જેટલું મોટું ઘર હોય એટલું તમારે સાફ સફાઈનું ખાસ ધ્યાન પણ રાખવું પડે છે. અમારા જલસા બંગલોમાં પણ એવું જ છે. નોકરચાકર હોવા છતાં પણ જયા બચ્ચન ખુદ અને બચ્ચન પરિવારનો દરેક સદસ્ય ઘરની સાફસફાઈનું ખાસ ધ્યાન રાખે છે. તેમણે જણાવ્યું હતું કે જો હું મારા ઘરના સોફા પર બેઠો છું અને અને ઓશીકું ખસી ગયું છે તો જયાજી મને ખાસ બોલાવે છે અને ઓશીકું તેની જગ્યા પર બરાબર રાખવાનું જણાવે છે.
બિગ બીએ આ જ સમયે એવું પણ કહ્યું હતું કે બચ્ચન પરિવારમાં દરેક સદસ્યને એવી ટેવ છે કે તેઓ જો કોઈ પણ વસ્તુ કે જગ્યાએથી ઉઠાવે છે તો ઉપયોગ કરીને એ વસ્તુ પાછી ત્યાં જ મૂકે છે. એટલું જ નહીં પણ જો તમે પરિવારના કોઈ બીજા સભ્યની વસ્તુઓ પણ વાપરો તો તેને પાછી એની જગ્યા પર જ મૂકો. જેને કારણે ઘર એકદમ નીટ એન્ડ ક્લીન રહે છે. બિગ બીએ વધુમાં એવું પણ કહ્યું હતું કે બચ્ચન પરિવારના કોઈ પણ સદસ્યને ઘરમાં સામાન કે વસ્તુઓ અહીંયા ત્યાં પડી હોય એ પસંદ નથી.
આ પણ વાંચો…Pushpa-2 Stampede Case: અલ્લુ અર્જુન આજે મુખ્ય પ્રધાનને મળશે, આ મુદ્દે થઇ શકે છે ચર્ચા
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવાર ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચેના ભંગાણને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે, પરંતુ હવે ધીરે ધીરે બધું થાળે પડી રહ્યું છે એવું લાગી રહ્યું છે કારણ કે હાલમાં ઐશ્વર્યા અને અભિષેક બંને આરાધ્યા બચ્ચનના એન્યુઅલ ડે પર સાથે જોવા મળ્યા હતા.