મનોરંજન

Jaya Bachchan ને મળ્યો એવોર્ડ, વહુ Aishwarya Rai-Bachchan એ આપ્યું આવું રિએક્શન…

બોલીવુડના પાવરફુલ એન્ડ પોપ્યુલર એવા બચ્ચન પરિવારને જાણે કોઈની નજર લાગી ગઈ હોય એમ આ પરિવાર વેરવિખેર થઈ રહ્યો હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોઈ બંને જણ ટૂંક સમયમાં જ ડિવોર્સ લેવા કઈ રહ્યા છે. જોકે, આ મામલે હજી સુધી અભિ- ઐશ દ્વારા આ બાબતે કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો : જ્યારે આ કારણે Jaya Bachchanએ Rekhaને મારી દીધો લાફો, આવું હતું બિગ બીનું રિએક્શન…

હવે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સાસુ જયા બચ્ચન (Jaya Bachchan)ને એવોર્ડ મળતા વહુ ઐશ્વર્યા એકદમ ખુશીથી ઉછળી પડે છે. દીકરી શ્વેતા કરતાં પણ ઐશ્વર્યા એકદમ ખુશ દેખાઈ રહી છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જયા બચ્ચનની ખુશીમાં આખો બચ્ચન પરિવાર અને એમાં પણ ખાસ કરીને વહુ ઐશ્વર્યા સામેલ થતી જોવા મળી રહી છે. જયા બચ્ચનને આ એવોર્ડ બીજું કોઈ નહીં પણ ખુદ અમિતાભ બચ્ચને આપ્યો હતો.

આ પણ વાંચો : Rekhaએ Bachchan પરિવારના આ સદસ્યને પત્ર લખીને કહી એવી વાત કે જે વાંચીને બચ્ચન પરિવાર…

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જયા બચ્ચન જેવા એવોર્ડ લઈને સ્પીચ આપવા લાગે છે તો બધા જ એકદમ ઈમોશનલ થઈ જાય છે અને શ્વેતા નંદા તો રડતી જોવા મળી હત. બીજી બાજુ ઐશ્વર્યા પહેલાં થોડી ખુશ લાગતી હતી, પરંતુ બાદમાં તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ એને જોઈને યુઝર્સ કહી રહ્યા છે કે એક સમયે એક બીજાની ખુશીમાં સહભાગી થનારો, ખુશ થનારો, ભાવુક થનારા બચ્ચન પરિવારને આખરે કોની નજર લાગી ગઈ કે આ આખરે આ પરિવાર વેરણ છેરણ થવાના આરે પહોંચી ગયો છે.

આ પણ વાંચો : પરિણીત પુરુષને પ્રેમ કરવા વિશે આ શું કહ્યું Rekhaએ? Jaya Bachchan સાંભળશે તો…

આ વીડિયો પર નેટિઝન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મને પરિવારની ખુશી ઓછી અને રેખાનું દુઃખ વધારે દેખાઈ રહ્યું છે. બીજા એક યુઝરે લખ્યું કે ઐશ્વર્યા કેટલી ઈમોશનલ થઈ ગઈ છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે વહુને જુઓ, દીકરી કરતાં પણ વધારે ખુશ દેખાઈ રહી છે.

આ પણ વાંચો : Rekha આ નામથી બોલાવે છે Amitabh Bachchanને…

જો તમે પણ હજી સુધી આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો જોઈ લો અને તમારી પ્રતિક્રિયા પણ ચોક્કસ આપો-

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button