મનોરંજન

Jaya Bachchanએ Rekha પાસેથી માંગ્યું હતું આ એક વચન અને ત્યારથી…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા એક્ટર-એક્ટ્રેસ હોય છે કે જેમની વચ્ચે અણબનાવ હોય છે અને એને કારણે જ તેઓ એકબીજા સામે આવવાનું ટાળતા હોય છે અને આવી જ એક્ટ્રેસ છે Jaya Bachchan અને Rekha… જયા બચ્ચન અને રેખાના સંબંધોમાં ચાલી રહેલાં ખટરાગની વાતો તો એકદમ જગજાહેર છે.

કોઈ પણ ઈવેન્ટ હોય, પાર્ટી હોય કે એવોર્ડ ફંક્શન હોય રેખા અને જયા બચ્ચન એકબીજાની સામે આવવાનું કે સાથે દેખાવવાનું ટાળે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે જયા બચ્ચને રેખા પાસેથી એક વચન માંગ્યું હતું અને એ વચનને કારણે અમિતાભ બચ્ચનના બંગલા જલસામાં રેખાની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવો જોઈએ શું છે આ આખી ઘટના અને આખરે જયા બચ્ચને રેખા પાસેથી એવું તે કયુ વચન માંગ્યુ હતું?


વાત જાણે એમ છે કે રેખા અને અમિતાભ બચ્ચનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને એટલી બધી પસંદ આવી હતી કે તેમણે આ રીલ લાઈફ જોડીને રિયલ લાઈફ માની લીધી હતી અને જેને કારણે સૌથી વધુ કોઈને તકલીફ થઈ હોય તો તે જયા બચ્ચનને. જયા બચ્ચનને રેખા અને બિગ બીની રિલેશનશિપમાં હોવાની વાતને લઈને પણ ખૂબ જ તકલીફ પહોંચી હતી.


80ના દાયકામાં જયા બચ્ચને રેખાને જલસા બંગલા પર ડિનર ડેટ માટે ઈન્વાઈટ કરી હતી. જયા બચ્ચને ખુદ આ સ્પેશિયલ નાઈટ માટેની તૈયારીઓ કરી લીધી હતી. જયા બચ્ચને ખુદ રેખા માટે ડિનરની તમામ તૈયારીઓ કરી હતી. આ રીતે ડિનર ઈન્વાઈટ આપવા પાછળની જયા બચ્ચનની ગણતરીઓ રેખા સમજી શક્યા નહીં અને જલસા પર ડિનર માટે પહોંચ્યા હતા અને એ છેલ્લો દિવસ હતો જ્યારે રેખાએ જલસામાં પગ મૂક્યો હોય.


હવે તમને થશે કે આખરે એવું તે શું થયું એ રાતે જયા બચ્ચન અને રેખા વચ્ચે કે જલસા પર રેખાની એન્ટ્રી બેન થઈ ગઈ હતી હેં ને? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. જયા બચ્ચને રેખા પાસેથી વચન લઈ લીધું હતું કે કોઈ પણ જગ્યા કે પ્રસંગ કેમ ના હોય રેખા કોઈ પણ પરિસ્થિતિમાં અમિતાભ બચ્ચનને નહીં મળે. રેખા કોઈ સ્થિતિમાં અમિતાભની સામે નહીં આવે. બસ આ એક વચનને કારણે રેખાની એન્ટ્રી જલસામાં બેન થઈ ગઈ હતી. ત્યારથી લઈને આજ દિલ સુધી કોઈ પણ પ્રસંગે બિગ બી કે રેખા કે પછી બચ્ચન પરિવાર કે રેખા ક્યારેય આમનેસામને આવવાનું ટાળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો