આ મામલામાં Jaya Bachchanએ Amitabh Bachchan અને Hema Malini પણ પાછળ મૂકી દીધા…
બી ટાઉનના સેલેબ્રિટીઓ વિશે જાણવાની તાલાવેલી હંમેશા જ આપણામાંથી ઘણા લોકોને રહેતી હોય છે અને એમાં પણ વાત બચ્ચન પરિવારની હોય તો તો પછી પૂછવું જ શું… સદીના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનના પત્ની અને વિતેલા જમાનાના દિગ્ગજ અદાકારા જયા બચ્ચન પોતાની એક્ટિંગ, પોલિટીકલ કરિયર સિવાય ગુસ્સાવાળા સ્વભાવને કારણે ખૂબ જ જાણીતા છે.
છેલ્લાં અનેક દાયકાઓની ઈન્ડસ્ટ્રીમાં સક્રિય એવા જયા બચ્ચન રાજકારણમાં પણ એટલા જ એક્ટિવ છે અને એમણે ધૂમ પૈસા કમાવ્યા છે. તેમની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તમે કદાચ આંકડો વાંચીને ચોંકી ઉઠશો. એક રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો તેમણે સંપત્તિની બાબતમાં પતિ અમિતાભ બચ્ચન અને હેમા માલિનીને પણ પાછળ મૂકી દીધા છે.
જયા બચ્ચન દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં તેમણે ખુદ જ ખુલાસો કર્યો હતો કે તેમની પાસે કુલ 1001 કરોડ રૂપ્યાની પ્રોપર્ટી છે અને આ એફિડેવિટ તેમણે 2018માં દાખલ કર્યું હતું. આ સિવાય તેમની પાસે નવ લાખ રૂપિયાની પેન, 51 લાખ રૂપિયાની ઘડિયાળ હોવાનું પણ જણાવ્યું હતું.
જયા બચ્ચને પોતાની નિવાસી માલમત્તાની માહિતી પણ આ એફિડેવિટમાં આપી હતી અને એમાં તેમણે જણાવ્યું હતું કે બિગ બી અને એમની પાસે ભોપાલ, નોએડા, દિલ્હી, પુણે, ગાંધીનગર અને મુંબઈ સિવાય ફ્રાન્સમાં પણ બ્રોગન પ્લેસ ખાતે પણ 3,175 સ્ક્વેર મીટરની રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે. આ સિવાય કાકોરી અને લખનઊ ખાતે 1.22 હેક્ટરની એગ્રિકલ્ચરલ લેન્ડ પણ છે જેની કિંમત અંદાજે 2.2 કરોડની છે. આ સિવાય તેમની પાસે 2 કરોડ રૂપિયાની એક ટાટા ક્વાલિસ કાર છે.
ટૂંકમાં કહેવાનું થાય તો સંપત્તિની બાબતમાં જયા બચ્ચને પતિ અમિતાભ બચ્ચનને પાછળ છોડી દીધા છે અને એની સાથે સાથે ડ્રીમ ગર્લ હેમા માલિનીને પણ પાછળ મૂકી દીધા છે. હેમા માલિની પણ રાજકારણમાં એક્ટિવ છે અને તેમણે પોતાની પાસે કુલ 249 કરોડ રૂપિયાની સંપત્તિ હોઈ એમાંછી 114 કરોડ એમના ખુદના તો 135 કરોડ રૂપિયા પતિ ધર્મેન્દ્રના હોવાનું એફિડેવિટમાં જણાવ્યા હતા.
જયા બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ છેલ્લે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યા હતા અને તેમની પાસે હજી કેટલાક પ્રોજેક્ટ હોવાની માહિતી સામે આવી રહી છે. જયા બચ્ચન હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને ગુસ્સાને કારણે ચર્ચામાં આવે છે અને ટ્રોલર્સનો નિશાના પર આવતા હોય છે.