Jaya Bachchan-Amitabh Bacchhanના સંબંધને લઈને થયો સ્ફોટક ખુલાસો, સાંભળીને પગ તળેથી…

બોલીવૂડના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલી એટલે બચ્ચન પરિવાર. પરંતુ આ બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદ અને અણબનાવને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના વણસેલા સંબંધો બાદ હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ના સંબંધને લઈને પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો કર્યો છે નાઝિયા ઈલાહી નામની એક મહિલાએ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ સ્ફોટક ખુલાસો-
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં નાઝિયા ઈલાહી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના સંબંધોને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નાઝિયાએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે જયા બચ્ચનને ભલે અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હોય પણ અમિતાભ બચ્ચનનું દિલ તો રેખા પાસે જ છે. જયાજીને અમિતાભ બચ્ચનનું શરીર, સાથ તો મળ્યો પણ લાગણી, પ્રેમ, અહેસાસ તો બધુ રેખા માટે જ છે.
અમિતાભ બચ્ચન અને રેખાજીની લવ સ્ટોરીથી આપણે તમામ લોકો વાકેફ છીએ અને એટલા જ વાકેફ આપણે જયા બચ્ચન અને રેખાજી વચ્ચેના કોલ્ડ વોરથી પણ છીએ. જયા બચ્ચનને રેખા એક આંખ નથી ગમતી એનો અહેસાસ તો આજે વર્ષો બાદ પણ ક્યારેક કોઈત ઈવેન્ટ પર થઈ જ જાય છે.
ખેર, વાત કરીએ નાઝિયા ઈલાહીની તો નાઝિયા ઈલાહી નામની આ મહિલા દરેક મુદ્દા પર ખુલીને પોતાનો વિચારો વ્યક્ત કરે છે. આ પહેલાં પણ તેણે જયા બચ્ચન અને બચ્ચન પરિવાર પર અનેક વખત ટિપ્પણીઓ આપી છે. નાઝિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર કેટલાક યુઝર્સ તેની વાત સાથે સહમત થઈ રહ્યા છે તો કેટલાક લોકો વળી કહી રહ્યા છે કે એ એમની પર્સનલ લાઈફ છે આપણે એના પર કમેન્ટ કરવાવાળા કોણ?
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધોને લઈને પણ જાત જાતની વાતો અને અહેવાલો સામે આવી રહ્યા છે. ઐશ્વર્યા બચ્ચન પરિવારથી દૂર પોતાની દીકરી આરાધ્યા સાથે માતાના ઘરે રહે છે. એટલું જ નહીં જ કોઈ ઈવેન્ટ કે પબ્લિક અપિયરન્સ દરમિયાન પણ ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર એકબીજાની અંતર રાખતા જોવા મળે છે. જોકે, આ બાબતે બચ્ચન પરિવાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ દાળમાં કંઈક કાળું ચોક્કસ છે એટલું તો કહી શકાય.
આ પણ વાંચો…કોણે કહ્યું હતું જયાજી સાથે લગ્ન કરવા માટે, જાણો કોણે પૂછ્યો અમિતાભ બચ્ચનને આવો સવાલ?