14 વર્ષના લગ્નજીવનનો અંત! ટીવી ઈન્ડસ્ટ્રીનું આ કપલ છૂટું પડ્યું, ફેન્સ ચોંકી ઉઠ્યા…

ટીવી ઈન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અને માનીતા કપલ એટલે કે જય ભાનુશાલી અને માહી વિજના ફેન્સને આંચકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. કપલે 14 વર્ષના લગ્નજીવન બાદ છૂટા પડવાની જાહેરાત કરી છે. 2010માં માહી અને જયે લગ્ન કર્યા હતા. કપલને એક દીકરી છે અને બે બાળકો તેમણે દત્તક લીધા છે. બંનેના છુટા પડવાની અટકળો ત્યારે વધારે તેજ બની જ્યારે બંનેએ ઈન્સ્ટાગ્રામ પરથી એકબીજાના ફોટો ડિલીટ કરી દીધા હતા. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર જુલાઈ-ઓગસ્ટ મહિનામાં જ બંને જણે ડિવોર્સના પેપર ફાઈનલ અને સાઈન કર્યા હતા.
એક અંગ્રેજી અખબાર દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર લાંબા સમયથી બંને જણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પરંતુ બંને વચ્ચે કંઈ પણ બદલાયું નહોતું. થોડાક મહિનાઓ પહેલાં જ માહી અને જયે ડિવોર્સ ફાઈલ કર્યો હતો અને જુલાઈ-ઓગસ્ટ મહિનામાં તેમણે ડોક્યુમેન્ટ્સ સાઈન કર્યા હતા. બાળકોની કસ્ટડી પણ કોને મળશે એનો નિર્ણય પણ લેવાઈ ચૂક્યો છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુશ્કેલી ત્યારે થઈ જ્યારે માહીને જય પર ટ્રસ્ટ ઈશ્યૂઝ થવા લાગ્યા. એક સમયે જોઈન્ટ વ્લોગ માટે પ્રસિદ્ધ કપલે હવે સાથે ફોટો શેર કરવાનું પણ બંધ કરી દીધું છે. બંનેએ જૂન, 2024માં છેલ્લી વખત ફેમિલી ફોટો શેર કર્યો હતો. બંનેએ પોતાના પ્રોફાઈલ પરથી એકબીજાના ફોટો હટાવવાની સાથે સાથે ઈન્સ્ટાગ્રામ પરથી પણ એકબીજાને અનફોલો કરી દીધા છે.
છેલ્લે બંને જણ દીકરીના બર્થડે માટે ઓગસ્ટમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, એ સમયના ફોટો અને વીડિયોમાં પણ કપલ એકબીજાથી દૂર દૂર જ દેખાઈ રહ્યું હતું. જુલાઈ મહિનામાં તેમની ડિવોર્સની વાતો શરૂ થઈ હતી, જ્યારે માહીને તેના લગ્ન વિશે સવાલો કરવામાં આવ્યા. તેણે ઈન્ટરવ્યુમાં ડિવોર્સના સમાચારને કન્ફર્મ કર્યા હતા.
માહીએ જણાવ્યું હતું કે સેપરેશન પોસિબલ છે કે નહીં એ તેમ કહું તમને? તમે કંઈ મારા સગા છો? તમે મારા વકીલની ફી આપશો કે તમે મારો ડિવોર્સ સારી રીતે કરાવશો? હું બસ એવું માનું છું કે આટલી બધી ચર્ચા કેમ કે તમારું સેપરેશન થશે કે નહીં, ડિવોર્સ થવાનું છે વગેરે વગેરે….
જયની વાત કરીએ તો જય પણ હાલમાં જ ટોક્યો વેકેશન પર ગયો હતો, જ્યાં તેની સાથે બાળકો જોવા મળ્યા હતા. પરંતુ આ સમયે માહી તેની સાથે નહોતી જોવા મળી. માહી હાલમાં જ મુંબઈ ખાતે બાળકો સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. તેણે એક્ટિંગ પણ પાછી શરૂ કરી દીધી છે અને હાલમાં તે લખનઉમાં શૂટ કરી રહી છે.
આ પણ વાંચો…તલાકનો તણાવ નહીં, જશ્ન! યુવકની ‘ડિવોર્સ પાર્ટી’ સોશિયલ મીડિયા થઈ વાયરલ, જૂઓ વીડિયો…



