ડિવોર્સની અફવાઓ વચ્ચે જય ભાનુશાલીએ માહી વિજ માટે શેર કરી પોસ્ટ, કહ્યું તું કમાલ…
મનોરંજન

ડિવોર્સની અફવાઓ વચ્ચે જય ભાનુશાલીએ માહી વિજ માટે શેર કરી પોસ્ટ, કહ્યું તું કમાલ…

ટીવીનું સ્ટાર કપલ જય ભાનુશાલી અને માહી વિજ હાલમાં તેમની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. અનેક રિપોર્ટમાં એવો દાવો કરવામા આવ્યો છે કે જય અને માહી ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. પરંતુ માહીએ આવા જૂઠાણા ચલાવતી સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરીને આ તમારા સમાચારોને રદીયો આપી દીધો હતો. હવે જય ભાનુશાલીએ માહી માટે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ફેન્સના મોઢા બંધ કરી દીધા હતા. આવો જોઈએ શું કહ્યું છે જયે પોતાની પોસ્ટમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં જય ભાનુશાલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે માહી તારી સિરીયલ જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. તારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તું ખૂબ જ સારું અને કમાલનું કામ કરી રહી છે.

જય ભાનુશાલીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. નેટિઝન્સ આ વીડિયો પર જાત જાતના રિએક્શન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ માહી વિજ ટચૂકડાં પડદે ટીવી સિરીયલ સહર હોને કો હૈથી કમબેક કરવા જઈ રહી છે. સિરીયલનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે અને તે જય ભાનુશાલીએ શેર કર્યો છે.

માતા બન્યા બાદ માહી વિજે પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. બાળકો અને પરિવારને સમય આપ્યા બાદ હવે ફરી એક વખત માહી વિજ ધમાકેદાર કમબેક માટે તૈયાર છે. માહિ સાથે આ સિરીયલમાં ઋષિતા કોઠારી, પાર્થ સમથાન લીડ રોલમાં જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કે માહી વિજ અને જય ભાનુશાલીએ 2011માં લગ્ન કરી લીધા હતા અને ત્યાર બાદ 2017માં રાજવીર અને ખુશીને ફોસ્ટર પેરેન્ટ્સ બનાવીને અપનાવ્યા હતા. ત્યાર બાદ 2019માં આઈવીએફથી માહીએ તારા નામની દીકરીને જન્મ આપ્યો છે. છેલ્લાં કેટલાક દિવસથી માહી અને જય બંને ડિવોર્સની અફવાને કારણે ચર્ચામાં હતા, પરંતુ પહેલાં માહી અને હવે જયની આ પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે ઘી ખિચડીમાં ને ખિચડીમાં જ પડી રહ્યું છે અને કપલ સાથે ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો…કેસ ઠોકી દઈશઃ માહી વિજે ડિવોર્સની અફવા ફેલાવનારાને આપી ચેતવણી…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button