‘કટ્ટર મૂર્ખોની ચિંતા ના કરો…’ રોઝા ન રાખવા બદલ જાવેદ અખ્તરે શમીનું સમર્થન કર્યું | મુંબઈ સમાચાર

‘કટ્ટર મૂર્ખોની ચિંતા ના કરો…’ રોઝા ન રાખવા બદલ જાવેદ અખ્તરે શમીનું સમર્થન કર્યું

મુંબઈ: ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચ આવતી કાલે રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (IND vs NZ Final, Dubai) રમાશે. ભારતીય ક્રિકેટ ચાહકોને ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પાસેથી ઘણી આશા છે. મુસ્લિમ ધર્મના કેટલાક આગેવાનોએ રમઝાન મહિના દરમિયાન રોઝા ન રાખવા બદલ મોહમ્મદ શમીની ટીકા (Mohammed Shami Roza row) કરી હતી, આ બાદ વિવાદ શરુ થયો છે. ત્યાર બાદ ઘણા પૂર્વ ખેલાડીઓ, નેતાઓ અને કલાકારો શમીના બચાવમાં આવ્યા છે. બોલીવૂડના જાણીતા સ્ક્રિન રાઈટર અને લિરીસીસ્ટ જાવેદ અખ્તર (Javed Akhtar) શમીના સમર્થનમાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં શમી એનર્જી ડ્રિંક પીતો જોવા મળ્યો હતો. આ બાદ મુસ્લિમ ધર્મના મૌલાના શહાબુદ્દીન રઝ્વીએ શમી સામે રોષ ઠાલવ્યો હતો અને તેમણે શમીના રોઝા ન રાખવા પર સવાલો ઉઠાવ્યા.

જાવેદ અખ્તરનો મૌલાનાને જવાબ:
જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પર લખ્યું, ” શમી સાહેબ, દુબઈના ક્રિકેટ ગ્રાઉન્ડ પર તપતી બપોરે તમારા પાણી પીવા સામે વાંધો ધરાવતા એ કટ્ટર મૂર્ખો પર ધ્યાન ન આપો. આ તેમના મતલબનો વિષય નથી. તમે ભારતીય ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક છો, તમારા પર સમગ્ર દેશને ગર્વ છે. તમને અને તમારા પરિવારને મારી શુભકામનાઓ.”

શું છે વિવાદ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ મેચ 4 માર્ચે દુબઈમાં રમાઈ હતી. બોલિંગ કર્યા બાદ શમી એનર્જી ડ્રિંક પીતો જોવા મળ્યો હતો. ત્યારથી કેટલાક મુસ્લિમ ધાર્મિક નેતાઓએ શમી પર સવાલો ઉઠાવી રહ્યા છે.
નોંધનીય છે કે, હાલમાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમ ધર્મના અનુયાયીઓ પવિત્ર મહિનામાં રોઝા રાખે છે.

રમઝાન દરમિયાન રોઝા ન રાખ્યા હોવાથી ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખે મોહમ્મદ શમીને ગુનેગાર ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે શમીનું આવું કરવું ધાર્મિક કાયદાની વિરુદ્ધ છે.

આ પણ વાંચો…નીતા અંબાણીની સાદગીએ ફરી એક વખત જિત્યા લોકોના દિલ, તમે પણ જોઈને કહેશો કે…

જાવેદ અખ્તરે રોહિતનો પણ બચાવ કર્યો?
જાવેદ અખ્તર અગાઉ પણ ભારતીય ક્રિકેટરોના બચાવમાં નિવેદનો આપી ચુક્યા છે. અગાઉ જ્યારે એક સોશિયલ મીડિયા પર એક યુઝરે રોહિત શર્માને જાડો કહ્યો હતો, જાવેદ અખ્તરે તેને ઠપકો આપ્યો હતો.

જાવેદ અખ્તરે વિરાટ કોહલીના ફોર્મની ટીકા કરનારાઓને પણ જવાબ આપ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે વિરાટે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આજના ભારતીય ક્રિકેટના નિર્માણનો સૌથી મજબૂત સ્તંભ છે. આના પર એક યુઝરે લખ્યું કે જો વિરાટ સૌથી મજબૂત સ્તંભ છે તો રોહિત શર્મા શું છે? સૌથી ભારે સ્તંભ?

આના પર જાવેદ અખ્તરે કહ્યું હતું, ‘શટ અપ કોક્રોચ, હું રોહિત શર્મા અને બધા ભારતીય ક્રિકેટરોનો ખૂબ આદર કરું છું. આ સાબિત કરે છે કે તમે કેટલા ખરાબ અને જૂઠા છો કારણ કે મેં રોહિત શર્મા વિશે કંઈ કહ્યું નથી. ક્યારેય વિચાર્યું છે કે તમે આટલા ખરાબ અને ગંદા માણસ કેમ છો?

સંબંધિત લેખો

Back to top button