જાપાનમાં એક દિવસમાં કેટલી કમાણી કરે છે રિક્ષાવાળા? જવાબ સાંભળીને ચકરાઈ જશે મગજ…
આજકાલનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આ વીડિયોમાંથી કેટલાક એવા વીડિયો પણ હોય છે કે જેમાં વડાપાવ કે પાણીપૂરી વેચનારાઓની કમાણી વિશે વાત કરવામાં આવે છે. આ વિશે સાંભળીને સારી સારી કોર્પોરેટ ઓફિસમાં નોકરી કરનારા લોકો પણ ઘણી વખત વિચારમાં પડી જાય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈકલ થઈ રહ્યો છે જમાં એક જાપાનના એક રિક્ષાવાળાની એક દિવસની કમાણી વિશે ખુલાસો કરવામાં હતો. જેના વિશે સાંભળીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો-
આ પણ વાંચો : Katrina Kaif ની જેમ ઘરના પડદા પહેરીને ઈવેન્ટ પર પહોંચી આ સ્ટારકિડ્સ, લૂક જોઈને પહોળી થઈ જશે આંખો…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક બ્લોગરે જાપાનમાં રિક્ષા ચલાવતા એક ડ્રાઈવરની કમાણી વિશે વાત કરી છે. આ કમાણીનો આ આંકડો સાંભળીને તમારા હોંશ ઉડી જશે. આકાશ ચૌધરી નામની ટ્રાવેલ બ્લોગરે શેર કરેલાં વીડિયોમાં જણાવ્યું હતું કે 10 મિનિટની રાઈડ માટે 5000 યેન એટલે કે (2764.44 રૂપિયા) ચાર્જ કરે છે.
જો આ રકમના હિસાબે જોઈએ તો જો રિક્ષાવાળો દિવસમાં 10 રાઈડ પણ પૂરી કરી દે છે તો એક દિવસમાં કે 28,000 રૂપિયા કમાઈ લેશે અને મહિનામાં આ રકમ 8 લાખ રૂપિયાથી વધુની છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે હવે કોઈ પોતાની નોકરી છોડીને જાપાનમાં રિક્ષા ચલાવવા જવાનું પ્લાનિંગ ના કરશો.
વાત કરીએ જાપાનની એવરેજ સેલરી વિશે તો જાપાનમાં એવરેજ સેલરી 62,00,000 રૂપિયા જેટલી છે અને ઈન્ડિયન કરન્સી વિશે વાત કરીએ તો તે આશરે 35,00,000 રૂપિયા જેટલી હોય છે.
તમે પણ ચોંકી ઉઠ્યાને આ વીડિયો જોઈને, રિક્ષાવાળાની એક દિવસની કમાણી વિશે જાણીને? સોશિયલ મીડિયો પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થવાના થોડાક દિવસમાં પહેલાં જ એક વડાપાવ વેચવાવાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો જેમાં તેની કમાણી વિશે વાત કરવામાં આવી હતી.