સ્કીન ટાઈટ રેડ કલરના ડ્રેસમાં આગ લગાવી જાહન્વીએ

મુંબઈઃ બોની કપૂરની દીકરીઓ અત્યારે ચર્ચામાં છે, જેમાં અગાઉ ખુશી કપૂર અને જાહન્વીનું નામ અચૂક લેવું પડે. જાહન્વી કપૂર સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે, જ્યારે તેને ચાહકોનો વર્ગ પણ વધતો જાય છે. તાજેતરમાં રેડ કલરના ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યા પછી તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે.

શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂર સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે, જેમાં હંમેશાં વેકેશનની પળો હોય કે પછી તેની સ્ટાઈલ મુદ્દે ચર્ચામાં રહે છે. કરણ જોહરની ફિલ્મ ધડકથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી જાહન્વી કપૂર તો અત્યારે ટોપ ટેન અભિનેત્રીઓમાં નામ લેવામાં આવે છે. ગુંજન સક્સેના ફિલ્મમાં તેના કામને નોંધ લેવામાં આવી હતી. મજબૂત અભિનય કર્યો હતો.

અલબત્ત, ફિલ્મોમાં ક્લાસિક એક્ટિંગને કારણે લાઈમલાઈટમાં આવે છે, જ્યારે હવે પોતાના બોલ્ડ લૂકને લઈને ચર્ચમાં રહે છે. ધડક અને બબાલથી જાણીતી બનેલી જાહ્નવીની દરેક પોસ્ટને જોઈને લોકો દંગ રહી જાય છે, જેમાં આજે તેના એકદમ ટાઈટ રેડ કલરના બોડીકોન ડ્રેસને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

રેડ કલરના ગ્લેમરસ તસવીરોમાં અનેક પોઝ આપ્યા હતા. જાહન્વી કપૂરની વાઈરલ તસવીરોએ ઈન્સ્ટાગ્રામથી લઈને અન્ય પ્લેટફોર્મ પર જોવા મળ્યા હતા. જાહન્વી કપૂરના રેડ કલરના બોડીકોન આઉટફીટમાં જોવા મળી રહી છે.

આ ફોટોગ્રાફ વાઈરલ થયા પછી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાના કલાકોમાં લાખો લોકોએ લાઈક આપી છે, જ્યારે હજારો લોકો કમેન્ટ કરી ચૂક્યા છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે જાહન્વીના ઈન્સ્ટાગ્રામ એકલા પર 23 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે, તેનાથી તમે સમજી શકો છો તેના ચાહકોની કેટલી સંખ્યા છે.

જાહન્વીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આગામી વર્ષ તેનું કંઈક વિશેષ રહી શકે છે, જ્યારે તેના નામે અનેક પ્રોજેક્ટ પણ છે. આગામી વર્ષે મોટા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળશે. એના સિવાય સાઉથની ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી રહી છે. જુનિયર એનટીઆરની સાથે ફિલ્મ દેવરામાંમાં જોવા મળશે. ઉપરાંત, મિસ્ટર એન્ડ મિસિસ અને ઉલઝમાં જોવા મળશે.