જાન્હવી કપૂરની નવી કારની કિંમત તમને ચકરાવે ચઢાવી દેશે!
મુંબઈ: સેલિબ્રિટી બનતાની સાથે જ તમારું સોશિયલ સ્ટેટસ પણ ઊંચુ થઇ જતું હોય છે અને તેમાં પણ તમે જો પહેલાથી જ સેલિબ્રિટીઓના કુટુંબનો ભાગ હોવ તો પોતાને કઇ રીતે કેરી કરવા અને કઇ રીતનું સોશિયલ સ્ટેટસ જાળવવું એ ખૂબ જ મહત્ત્વનું થઇ જાય છે. કારણ કે ચોવીસ કલાક પેપેરાઝી એટલે કે બોલીવુડના કેમેરામેન-ફોટોગ્રાફર્સની લેન્સ તમારો પીછો કરતી હોય છે. કપડાંથી માંડીને તમારી કાર હોય કે પછી તમારી જ્વેલરી કે તમે ત્રોફાવેલું ટેટું, બધું જ કેમેરામાં કેદ થઇ જાય છે.
આ પણ વાંચો: પપ્પાની બર્થડે પાર્ટીમાં રુમર્ડ બોયફ્રેન્ડ સાથે પહોંચી જ્હાન્વી કપૂર
આવી જ રીતે હાલમાં કેમેરામાં કેદ થઇ ગઇ છે જાન્હવી કપૂર અને તે પણ તેની નવી નક્કોર કાર સાથે. સેલિબ્રિટીઓનું સ્ટેટસ તેમની કારથી જાણી શકાતું હોય છે એટલે પોતાની કાર પસંદ કરતા વખતે પણ તે ઘણી બધી વસ્તુઓનું અને ખાસ કરીને તેની કિંમતનું ધ્યાન રાખતા હોય છે. એવી જ રીતે જાન્હવી કપૂરે પણ પોતાની નવી કાર ખરીદતી વખતી કિંમતની પરવા કર્યા વિના પોતાના કમ્ફર્ટ અને પોતાની પસંદને આગળ રાખી હોય તેવું જણાય છે. કારણ કે જાન્હવીની નવી કારની કિંમત પણ કરોડો રૂપિયામાં છે.
પોતાની કારના કલેક્શનમાં વધુ એક કારનો ઉમેરો કરતા જાન્હવી કપૂરે ટોયોટા લેક્સિસ ખરીદી છે અને તેણે જે મોડેલ ખરીદ્યું છે તે ભારતની માર્કેટમાં અવેલેબલ સૌથી મોંઘુ મોડેલ છે. જાન્હવીની નવી ટોયોટા લેક્સિસની કિંમત લગભગ અઢી કરોડ રૂપિયાની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Janhvi Kapoorએ કહ્યું રાતે છૂપકેથી પેરેન્ટ્સના બેડરૂમમાં જઈને કરતી હતી આ કામ…
અઢી કરોડ રૂપિયા આ કારની કિંમત હોય પણ કેમ નહીં. આ કારમાં કમ્ફર્ટની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. એન્જિન અને ડિઝાઇન ઉપરાંત કારની અંદર સવાર થનારાઓ માટે સીટ રિક્લાઇનર, મીની ફ્રિજ અને સીટ હીટર જેવી સુવિધાઓ છે.
સોશિયલ મીડિયા પર જાન્હવીની નવી કારનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. જાન્હવી પહેલા આ જ વર્ષે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ આ કાર ખરીદી હતી. બંનેએ જૂન મહિનામાં ખરીદેલી ટોયોટા લેક્સિસનો રંગ ગ્રે છે.
જાન્હવી પાસે પહેલાથી જ અત્યંત મોંઘીદાટ અને લક્ઝ્યુરિયસ એવી મર્સિડીઝ જીએલઇ-250ડી, બીએમડબલ્યુ એક્સ-5 અને મર્સિડીઝ બેન્ઝ-સી ક્લાસ જેવી કાર છે.
જાન્હવીના કામની વાત કરીએ તો બીજી ઑગસ્ટે જાન્હવીની ફિલ્મ ‘ઉલજ’ રિલીઝ થઇ હતી. જોકે, બોક્સ ઑફિસ પર એ વધુ કમાલ કરી શકી નથી.