Janhvi Kapoorએ કહ્યું રાતે છૂપકેથી પેરેન્ટ્સના બેડરૂમમાં જઈને કરતી હતી આ કામ…

બોલીવૂડની ધડક ગર્લ જાન્હવી કપૂર (Janhvi Kapoor) પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. હાલમાં જ જાન્હવીએ અંબાણીઝની ક્રૂઝ પાર્ટીમાં બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે રોમેન્ટિક એન્ટ્રી લઈને લાઈમલાઈટ ચોરી લીધી હતી. પરંતુ શું તમને ખબર છે જાન્હવી કપૂર ચોરીછૂપેથી રાતે તેના પેરેન્ટ્ના બેડરૂમમાં જતી હતી અને કંઈક એવું કરતી હતી કે જેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય. ખુદ જાન્હવીએ આ બાબતે ખુલાસો કર્યો હતો. આવો જોઈએ કે તે આખરે એવું તે શું કરતી હતી-
જાન્હવી કપૂર તેની માતા અને બોલીવૂડ એક્ટ્રેસ શ્રીદેવી (Bollywood Actress Shridevi)ની ખૂબ જ નજીક હતી. 24મી ફેબ્રુઆરી, 2018ના દુબઈની એક હોટેલમાં શ્રીદેવીનું મૃત્યુ થયું હતું. જાન્હવીએ એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેને તેના પેરેન્ટસને ખોવાનો ડર લાગતો હતો અને જ્યારે પણ તેઓ કોઈ ટ્રિપ પર કે ડિનર પર કે શોપિંગ પર જતાં હું ડરી જતી હતી.
આગળ તેણે એવું પણ જણાવ્યું હતું કે મને ડર લાગતો હતો કે હું મારા પેરેન્ટને ખોઈ ના બેસું. એટલું જ નહીં હું ફ્લાઈટમાં પણ જતી ત્યારે મને એવું લાગતું કે તેઓ છૂટા પડી જશે મારાથી અને ઘરે પાછા નહીં આવે. તમને કદાચ સાંભળવામાં વિચિત્ર લાગશે પણ જ્યારે મમ્મી શ્રીદેવી અને પિતા બોની કપૂર રાતે ઊંઘી જતાં તો હું ચોરી છુપકેથી એમના રૂમમાં જતી અને ચેક કરતી કે એમના શ્વાસ ચાલે છે કે નહીં?
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીદેવી (Bollywood Actress Shridevi)ના મૃત્યુને છ વર્ષ થઈ ગયા છે અને તેમ છતાં દીકરી જાન્હવી કપૂર (Janhvi Kapoor) હજી સુધી એ આઘાતમાંથી બહાર આવી શકી નથી અને તે એમાંથી બહાર આવવા માટે હંમેશા પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખે છે. આ વિશે વાત કરતાં જાન્હવીએ જણાવ્યું હતું હું આજે પણ મમ્મીની રાહ જોઉં છું. મને એવું લાગે છે કે મમ્મી ક્યાંક ફરવા ગઈ છે થોડા દિવસમાં પાછી ફરશે.
જાન્હવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિઝ માહીને કારણે ચર્ચામાં હતી. આ ફિલ્મ 31મી મેના રિલીઝ થઈ હતી.