મનોરંજન

Janhvi Kapoorએ ખોલી નાખી ઈન્ડસ્ટ્રીની પોલ, કહ્યું દરેક સેલિબ્રિટીનું…

મુંબઈઃ આગામી ફિલ્મને લઈ દિવગંત અભિનેત્રી શ્રીદેવીની લાડલી Janhvi Kapoor લાઈમલાઈટમાં છે, જ્યારે સોશિયલ મીડિયા પર અવનવી સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં જાહન્વીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઝ માટે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

જાહન્વી કપૂરની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીને લઈને ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જાહન્વી કપૂરે કહ્યું કે પાપારાઝીથી લઈને દરેક સેલિબ્રિટીઝનું રાશન કાર્ડ હોય છે. અમુક ઈવેન્ટમાં પેપ્સને બોલાવવામાં આવે છે અને ફોટોના પણ રેટ નક્કી કરાય છે.

આ પણ વાંચો: Mouni Royએ ગરમીથી બચવા અજમાવ્યો આ પેંતરો, હોટ તસવીરોએ ચાહકોને કર્યા બોલ્ડ

જાહન્વીએ ઈન્ટરવ્યૂમાં પોતાના સ્પાર્કની સાથે સાથે ઈન્ટરવ્યૂમાં પોતાના અનફિલ્ટર્ડ અને સેલ્ફ-અવેર બિહેવિયરને લઈને ઓળખને વધુ પસંદ કરવામાં આવે છે. આ મુદ્દે વધુમાં જાહન્વીએ કહ્યું કે પાપારાઝીને એક સ્ટારના ફોટો લેવા માટે પણ પૈસા આપવામાં આવે છે, જે સ્ટાર લોકપ્રિયતા પર નિર્ભર કરે છે. મિસ્ટર એન્ડ મિસિસ માહીની અભિનેત્રી જાહન્વીને પૂછવામાં આવ્યું કે પેપ્સ અસલમાં અચાનક ક્યાંથી આવે છે શું તેમને ઈવેન્ટ અંગે પહેલાથી જણાવવામાં આવે છે?

જાહન્વીએ ખુલાસો કરતા કહ્યું હતું કે આ બધી વાત તો ખાસ કરીને કલાકારો પર નિર્ભર કરે છે. હાલમાં તો હું ફિલ્મનું પ્રમોશન કરું છું તો મારા માટે એરપોર્ટ બોલાવ્યા છે, પરંતુ જ્યારે ફિલ્મનું પ્રમોશન હોતું નથી. હું શૂટિંગ માટે પણ જતી હોતી નથી અથવા ક્યાંક ગાયબ થવાનું પસંદ કરું ત્યારે એમ થતું નથી.

આ પણ વાંચો: shruti haasan ઉતાવળે એવું પહેરીને બહાર આવી કે પોતે જ હસી પડી….

આ મુદ્દે મિસિસ માહીએ જણાવ્યું કે પાપારાઝી તમારી કારને ફોલો કરે છે, કારણ કે દરેક ફોટા માટે પૈસા મળે છે. આ અગાઉ પાપારાઝીને પણ ડિમાન્ડ કરી હતી કે જિમની બહાર આવવાનું બંધ કરે અને મારી વાત પણ માની હોવાનો દાવો કર્યો હતો.
દરેક સેલિબ્રિટીઝના રાશન કાર્ડ હોય છે એવું જણાવતા જાહન્વીએ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક સેલિબ્રિટીઝનું એક રાશન કાર્ડ હોય છે. દરેક સેલિબ્રિટીઝના ફોટોના રેટ પણ નક્કી હોય છે. જો તમારા ભાવ વધારે હોય તો પાપારાઝી ખૂદ પહોંચી જાય છે. તમારી ગાડીને પણ ફોલો કરે છે પણ જો તમારા ભાવ ન હોય તો સેલિબ્રિટીઝ સામેથી બોલાવે છે અને ક્યારેક સામેથી આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button