હોસ્પિટલમાંથી રજા મળી જહાન્વી કપૂરને, બહેન અને બોયફ્રેન્ડ રાખે છે ધ્યાન
અભિનેત્રી જહાન્વી કપૂર તાજેતરમાં અંબાણીનાં લગ્નમાં બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી હતી. આ કપલ અનંત અને રાધિકાના દરેક ફંક્શનમાં જોવા મળ્યું હતું. અભિનેત્રીના પરિવારની ખૂબ નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે જ્હાન્વી હોસ્પિટલમાં છે. અભિનેત્રી ચેન્નાઈ ગઈ હતી અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે એરપોર્ટ પર કંઈક ખાધું હતું. તેણે ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી, જેને કારણે તેમની તબિયત બગડી હતી. 18 જુલાઈએ અભિનેત્રીને દક્ષિણ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, હવે જ્હાન્વીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેની બહેન ખુશી કપૂર અને બોયફ્રેન્ડ શિખર પહાડિયા તેની સેવામાં સતત હાજર છે.
આ પણ વાંચો : ફિલ્મ Kalki 2898 AD નો વિવાદ વધ્યો, કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આ કારણે નોટિસ મોકલી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની રાજકુમાર રાવ સાથેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તે તેની આગામી ફિલ્મ ‘ઉલ્ઝ’ને લઈને ચર્ચામાં છે, તેની ફિલ્મ 2જી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત તેની પાસે જુનિયર એનટીઆરની ‘દેવરા-પાર્ટ વન’ અને રામ ચરણ સાથેની અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે