પર્ફેક્ટ ફિગર માટે ‘પરમ સુંદરી’ કેટલો પરસેવો પાડે છે, જાણી લો સિક્રેટ?

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે હવે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. પોતાના કામની સાથે સાથે, અભિનેત્રી પોતાની ફિટનેસ માટે પણ સમાચારમાં રહે છે. આજે જાહ્નવીની સુંદરતા સાથે પરફેક્ટ ફિગરના રહસ્ય અંગે જાણીએ.

જાહ્નવી કપૂર પોતાને ફિટ રાખવા માટે ખૂબ મહેનત કરે છે. આ અભિનેત્રી જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. જીમમાં કસરત કરવા ઉપરાંત, જ્હાન્વી દરરોજ યોગ પણ કરે છે. આના દ્વારા તેમના શરીરને ઘણી ઊર્જા મળે છે. વર્કઆઉટ અને જીમ ઉપરાંત, જાહ્નવી ડાન્સ દ્વારા પણ પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરે છે. તે બેલી ડાન્સ અને ક્લાસિકલ ડાન્સમાં નિષ્ણાત છે.
આ સાથે તે તેના આહાર પર પણ ખાસ ધ્યાન આપે છે. જાહ્નવીના આહાર વિશે વાત કરીએ તો, તે હંમેશાં ઘરે બનાવેલું ભોજન પસંદ કરે છે. અભિનેત્રી પોતાની સવારની શરૂઆત લીંબુ અને મધવાળા પાણી સાથે કરે છે. જ્હાન્વી સવારે ભરપેટ નાસ્તો કરે છે. જેથી તે આખો દિવસ ઊર્જાવાન રહે.

અભિનેત્રી તેના નાસ્તામાં ફળો, ટોસ્ટ, બદામ, સ્મૂધીનો સમાવેશ કરે છે. બપોરના ભોજનમાં જાહ્નવી કપૂર દાળ, રોટલી, બ્રાઉન રાઇસ, ગ્રીલ્ડ ચિકન અને ક્યારેક નોન વેજ પણ ખાય છે. અભિનેત્રી રાત્રિભોજનમાં ફક્ત સલાડ અને સૂપ લે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં જાહ્નવી કપૂર તેની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આપણ વાંચો : Well done Jhanvi Kapoor…અભિનેત્રીએ એક વિષય પર વાત કરી સૌને ચોંકાવી દીધા