મનોરંજન

Malaika Arora નહીં આ બોલીવૂડ એક્ટ્રેસે Arjun Kapoorના મોઢા પર કર્યો દરવાજો બંધ…

બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એમાં પણ જ્યારથી મલાઈકા અરોરા (Malaika Arora) સાથેના બ્રેકઅપ બાદથી તો તે ખાસ્સો લાઈમલાઈટમાં આવે છે. અર્જુન પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે એ વાત તો બધા જ જાણે છે, પણ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બહેન જ્હાન્વી કપૂર તેના મોઢા પર દરવાજો બંધ કરતી જોવા મળે છે. આવો જોઈએ શું છે.

આ વીડિયો પાછળની ઈનસાઈડ સ્ટોરી

https://twitter.com/imashishsrrk/status/1886680770737021273

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર કોઈ પણ વીડિયો ગણતરીની સેકન્ડમાં વાઈરલ થઈ જતો હોય છે. અર્જુન કપૂરનો પણ આ વાઈરલ થઈ રહેલો વીડિયો લેટેસ્ટ હોય એવું તો નથી લાગી રહ્યું પણ લોકો તેને હાલમાં ખૂબ જ વાઈરલ કરી રહ્યા છે. આ વીડિયોમાં જ્હાન્વી કપૂર, શિખર પહાડિયા અને અર્જુન કપૂર સાથે જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં જોવા મળે છે કે શિખર કપૂર પહેલાં ઘરમાં એન્ટ્રી લે છે. દરમિયાન અર્જુન પેપ્ઝ સાથે કંઈક વાત કરતો ઊભો રહે છે ત્યારે પાછળથી આવેલી જ્હાન્વી તેને ઈગ્નોર કરીને આગળ નીકળી જાય છે. અર્જુન હજી પેપ્ઝ સાથે વાત કરતો ઊભો હોય છે અને જ્હાન્વી અંદર જતાં જ દરવાજો બંધ થઈ જાય છે. જ્યારે અર્જુન ટર્ન થાય છે ત્યારે દરવાજો બંધ થઈ ગયો હોય છે અને અર્જુન બંધ દરવાજો જોઈને બેલ મારે છે.

આ વાઈરલ વીડિયો પર ફેન્સ ઢગલો કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાઈ સાથે પ્રેન્ત થઈ ગયો. બીજા યુઝરે લખ્યું કે હંમેશા આવું જ થાય છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ભાઈને ખાલી ઓડિયન્સ ઈગ્નોર નથી કરતી. ચોથા એક યુઝરે લખ્યું કે આ બિચારા સાથે કેમ આવું થાય છે.

Also read: કરિના કપૂર અને અર્જૂન કપૂર આખી રાત રહ્યા મલાઈકા સાથે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ટૂંક સમયમાં ફિલ્મ મેરે હસબન્ડ કી બીવીમાં જોવા મળશે. આ ફિલ્મ 21મી ફેબ્રુઆરીના રીલિઝ થઈ રહી છે. ફિલ્મમાં અર્જુન સાથે ભૂમિ પેડણેકર અને રકુલપ્રીત સિંહ લીડ રોલમાં જોવા મળશે. અર્જુન હાલમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે છેલ્લે રોહિત શર્માની ફિલ્મ સિંઘમ અગેનમાં વિલનના રોલમાં જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button