ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે ડેટિંગની ચર્ચા, આશા ભોસલેની પૌત્રીએ જણાવી હકીકત…

બોલિવુડના આઇકોનિક સિંગર આશા ભોસલેની પૌત્રી અને ટેલેન્ટેડ સિંગર ઝનાઇ ભોસલે હાલમાં તેની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી ઝનાઇનું નામ ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે જોડવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો ઝનાઇ ભોસલે અને મોહમ્મદ સિરાજને કપલ ગણાવી રહ્યા છે. કેટલાક તો વળી એક ડગલું આગળ વધીને સોશિયલ મીડિયા પર ઝનાઇને ભાભી કહીને સંબોધન કરવા લાગ્યા છે, જેને કારણે ઝનાઇ- મોહમ્મદ સિરાજ રિલેશનશીપમાં હોવાની અટકળોએ વેગ પકડ્યો છે. હવે આ મુદ્દે ઝનાઇએ તેની ચુપકીદી તોડી છે અને સ્પષ્ટતા કરી છે. આપણે આ વિશે વિગતવાર જાણીએ.
આ પણ વાંચો : Viral Video: Republic Day પર Aishwarya-Abhishekની લાડલીએ કર્યું કંઈક એવું કે નેટિઝન્સે કહ્યું…

ઝનાઇએ હાલમાં જ તેનો 23મો બર્થ ડે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો. તેના બર્થ ડે બેશમાં બોલિવૂડની અને ક્રિકેટ જગતની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. તેની બર્થ ડે પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક ફોટોમાં ઝનાઇ અને મોહમ્મદ સિરાજ એકબીજા સાથે ખિલાખિલાટ હસતા જોવા મળ્યા હતા. બસ પછી તો પૂછવું જ શું! લોકોએ બે ને બે ચાર એમ બંને વચ્ચેના રિલેશનશીપની વાતો ચગાવી દીધી. આ વાતો વાયુવેગે ફેલાઇ ગઇ અને બધા જ એવું અનુમાન લગાવવા લાગ્યા કે મોહમ્મ્દ સિરાજ અને ઝનાઇ રિલેશનશીપમાં છે.
હવે ઝનાઇએ મોહમ્મદ સિરાજ સાથે ડેટિંગની અફવાઓને લઇને પ્રતિક્રિયા આપી છે. ઝનાઇએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની અને મોહમ્મદ સિરાજની વાયરલ તસવીર પોસ્ટ કરી છે અને એના કેપ્શનમાં લખ્યું છે, ‘મારા વહાલા ભાઇ’ તો બીજી તરફ મોહમ્મદ સિરાજે પણ તેની આ સ્ટોરી પર પ્રત્તિક્રિયા આપતા લખ્યું છે કે, મારી બહેન જેવી કોઇ બહેન નથી. એના વગર મારે ક્યાંય રહેવું નથી. જેવી રીતે અસંખ્ય તારાઓ વચ્ચે એક ચંદ્ર છે, એવી જ રીતે હજારોમાં એક મારી બહેન છે.
ઝનાઇ અને મોહમ્મદ સિરાજે આ એક પોસ્ટ દ્વારા તેમની વચ્ચે ડેટિંગની અફવાઓને પૂર્ણ વિરામ લગાવી દીધું છે. બંનેએ સાફ સાફ જણાવી દીધું છે કે તેઓ બંને એકબીજાને ભાઇબહેન માને છે.
આ પણ વાંચો : Video: દમણના દરિયાકિનારે પાપડ વેચતા આ બાળકને કેમ મળ્યા એક કરોડ વ્યુઝ…

ઝનાઇ ભોસલેની વાત કરીએ તો તે આશા ભોસલેની પૌત્રી છે. તે પોતે પણ એક જાણીતી સિંગર અને ડાન્સર છે. તેણે 10 વર્ષની ઉંમરથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત ગિટાર, બાસ્કેટ બૉલ, ડ્રામા પણ તેના શોખના વિષયો છે. તે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની કઝિન થાય છે. જનાઇ ટૂંક સમયમાં એક્ટિંગના ક્ષેત્રમાં પણ કદમ રાખવા જઇ રહી છે. ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજમાં તે અભિનયના અજવાળા પાથરતી જોવા મળશે. આ ફિલ્મમાં તે શિવાજી મહારાજની પત્ની સઇબાઇનો રોલ નિભાવી રહી છે.