Jahnvi Kapoorએ આખરે માતાપિતાની એ વાતની પોલ ખોલી નાખી કે…
મુંબઈઃ પેન ઈન્ડિયન ફિલ્મ ‘દેવરા’ની ટીમ ટૂંક સમયમાં કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં પ્રમોશન માટે જવાની છે. ફિલ્મના સ્ટાર્સ જુનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન અને હોસ્ટ કપિલ શર્મા સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. નેટફ્લિક્સે શોનો એક પ્રોમો શેર કર્યો છે, જેમાં જ્હાન્વીની માતા, સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીનો શોમાં ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શોમાં જ્હાન્વીએ જણાવ્યું કે કેવી રીતે લગ્ન પછી તેના માતા-પિતાએ એકબીજાના કલ્ચરને અપનાવી લીધા હતા.
આ પણ વાંચો : Sridevi એમ જ નથી બની સુપરસ્ટાર, તેની મહેનત અને પ્રોફેશનાલીઝમના આ કિસ્સા જાણો છો?
શ્રીદેવીનો જન્મ તમિલનાડુમાં થયો હતો અને તેણે તમિલ-તેલુગુ ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. પોતાની કરિયરની ટોચ પર સાઉથથી લઈને બોલિવૂડ સુધી ઘણી ફિલ્મો કરનાર શ્રીદેવીને ‘લેડી સુપરસ્ટાર’ પણ કહેવામાં આવતી હતી.
પ્રોમોમાં જોવા મળે છે કે જ્યારે કપિલે જુનિયર એનટીઆરને પૂછ્યું કે તેની ફેવરિટ ઉત્તર ભારતીય અભિનેત્રી કોણ છે? તેણે શ્રીદેવીનું નામ લીધું. આના પર સૈફે કહ્યું હતું કે ‘ઉત્તર ભારતીય અભિનેત્રી માટે શ્રીદેવીનું નામ લેવાઈ રહ્યું છે.
દક્ષિણથી આવતા શ્રીદેવીએ પંજાબી પરિવારમાંથી આવતા નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને એકબીજાના કલચર સાથે ભળવા લાગ્યા હતા. શ્રીદેવી અને બોનીની પુત્રી જ્હાન્વી કપૂરે કપિલના શોમાં આ વિશે વાત કરતા કહ્યું કે, શ્રીદેવીના પ્રેમમાં ‘કન્વર્ટ’ થઈને તેના પિતા દક્ષિણ ભારતીય બની ગયા છે. જ્યારે શ્રીદેવી ઉત્તર ભારતીયોની જેમ લડતી હતી! ‘પપ્પા પહેલેથી જ કન્વર્ટ થઈ ચૂક્યા હતા. તેઓ સવારે નાસ્તામાં આલુ પરાઠાને બદલે ઈડલી-સાંબર ખાતા થઇ ગયા હતા.
જ્હાન્વી પણ ‘દેવરા’થી સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હિન્દીની સાથે આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે. એક ઈન્ટરવ્યૂમાં જ્હાન્વીએ કહ્યું હતું કે આ ફિલ્મ તેના માટે ‘પોતાના મૂળમાં પાછા ફરવા’ જેવી છે કારણ કે તેની માતા શ્રીદેવીએ તમિલ-તેલુગુમાં ઘણું કામ કર્યું હતું. ‘દેવરા’ ૨૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.