ચાર કલાકમાં લાખો લોકોએ જોયું આ ગીત, એક્ટ્રેસની મૂવ્ઝ અને અદાઓ બનાવી રહી છે દિવાના…

બોલીવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ પોતાની એક્ટિંગની સાથે સાથે ગ્લેમરસ અંદાજ માટે પણ એટલી જ જાણીતી છે. અત્યાર સુધીમાં તેણે અનેક ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે અને ફેન્સને તેની કિલર મૂવ્ઝ ખૂબ જ પસંદ આવે છે. જેકુબેબીના ગીતની બીજી ખાસ વાત કરીએ તો તે જે પણ ગીતમાં કામ કરે છે તે ગીત હિટ થઈ જાય છે. હાલમાં જ જેકુબેબીનું એક ગીત રીલિઝ થયું છે અને રીલિઝ થયાના થોડાક કલાકોમાં જ આ ગીત સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ચાલો જોઈએ કયું છે આ ગીત-
અહીં વાત થઈ રહી છે જેકલિન ફર્નાન્ડિઝના નવા ગીતનું નામ દમદમ છે. આ ગીતમાં જેકુબેબીની મૂવ્ઝ કોઈનું પણ દિલ ઘાયલ કરી શકે છે. સોશિયલ મીડિયા પર આ ગીત રીલિઝ થયાના થોડાક સમયમાં જ વાઈરલ થઈ રહ્યું છે. આ ગીતમાં તેણે ટ્રેડિશનલ સાથે વેસ્ટર્ન ડાન્સ પણ કરતી જોવા મળી રહી છે. આ ગીત અસીસ કૌરે ગાયું છે અને તેના શબ્દો જાનીએ લખ્યા છે. તમે પણ આ વાઈરલ થયેલું ગીત ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો.
જેકલિન ફર્નાન્ડિઝે આ ગીત શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે લોકોનું ધ્યાન ખેંચવા માટે થઈ જાવ તૈયાર, કારણ કે #DumDum તમારી પાસે આવી ગુયં છે. જેકલિનની આ પોસ્ટ પર ફેન્સ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે અને એક્ટ્રેસ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
જેકલિનનું આ ગીત રીલિઝ થઈને હજી થોડાક કલાકો જ થયા છે અને તેનો જાદુ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ચાર કલાકમાં જ યુટ્યૂબ પર આ ગીતને 4,06,505 વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત પર લોકો ઢગલો કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જેકલિન ફર્નાન્ડિઝની ડાન્સ મૂવ્ઝ અને એક્સપ્રેશનને કોઈ બીટ કરી શકે એમ નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલિન ફર્નાન્ડિઝ છેલ્લે ફિલ્મ હાઉસફૂલ-5માં જોવા મળી હતી. અક્ષય કુમારની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધુઆંધાર કમાણી કરી હતી. કોમેડીથી ભરપૂર આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને દર્શકોને થિયેટર સુધી લાવવામાં અને હસાવવામાં સફળ રહી છે.