દાદા Dhirubhai Ambaniની સ્કૂલના ફંક્શનમાં આટલો સસ્તો ડ્રેસ પહેરી પહોંચી Isha Ambani…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ની લાડકવાયી દીકરી ઈશા અંબાણી (Isha Ambani) મમ્મી નીતના નક્શન કદમ ચાલી રહી છે. ઈશા એક બિઝનેસવુમન હોવાની સાથે સાથે જ એક ફેશનિષ્ટા પણ છે. પછી કોઈ પણ ઈવેન્ટ કેમ ના હોય, ઈશા પોતાના લૂક્સ અને સ્ટાઈલથી લાઈમલાઈટ ચોરી જ લે છે. ગઈકાલે પણ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં પણ ઈશાએ કંઈક આવું કર્યું હતું. પરંતુ સૌથી વધુ ચર્ચામાં થઈ રહી છે તેના આઉટફિટની કિંમતની. હંમેશા મોંઘા અને મૂલ્યવાન આઉટફિટમાં જોવા મળતી ઈશાએ ગુરુવારે સૌથી સસ્તો આઉટફિટ પહેર્યો હતો. આવો જોઈએ શું ખાસ છે ઈશાના આ આઉટફિટમાં…
ઈશા અંબાણીનો એલિગન્ટ લૂક તેના ગજબના ફેશનસેન્સની ગવાહી આપી રહ્યો હતો તો નીતા અંબાણી એ જ પોતાના જૂના ને જાણીતા અવતારમાં જોવા મળ્યા હતા. તેમને જોઈને કોઈ કહી જ ના શકે કે તે પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સના સ્કૂલમાં આવ્યા છે. અવારનવાર કરોડો રૂપિયાની કિંમતના આઉટફિટમાં જોવા મળતી ઈશાએ આ વખતે ફેશન બ્રાન્ડ સિયાશના કલેક્શનમાંથી ગ્રીન કલરનો ઈરા એમરાલ્ડ કૂર્તા સેટ પહેર્યો હતો.
ઓફિશિયલ સાઈટ પર આ કૂર્તાની કિંમત 32,500 કૂરિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સૂટમાં રિલેક્સ્ડ ફિટ કૂર્તા અને મેચિંગ પેન્ટનો સમાવેશ થાય છે. આ સાથે ઈશા અંબાણીએ મિનિમલ જ્વેલરી અને એક્સેસરીઝ શેર કરી હતી. ઈશાનો આ લૂક એકદમ સુંદર લાગી રહ્યો હતો.
આ પણ વાંચો : બાળકોના એન્યુઅલ ફંક્શનમાં જોવા મળ્યા બોલિવૂડ સેલિબ્રિટીઝ
વાત કરીએ નીતા અંબાણીની તો નીતા અંબાણી પોતાના ગ્રાન્ડ સનના સ્કુલમાં એન્યુઅલ ડેનું ફંક્શન એટેન્ડ કરવા માટે પોતાના જૂના અને જાણીતા અંદાજમાં પહોંચ્યા હતા. નીતા અંબાણીએ આ સમયે સિમ્પલ અટાયરની જગ્યાએ ક્રીમ કલપની જ્યોર્જેટની સાડી પહેરી હતી અને તેની પહોળી બોર્ડર પર ગોલ્ડન ગોટા પટ્ટી અને લાલ પટ્ટીનું વર્ક કરવામાં આવ્યું હતું. સુંદર નવ ગજની સાજડજી પર સોનાની ગોટા પટ્ટીનું કામ અને તેના પર યુ નેકલાઈનની સાથે હાફ સ્લીવ્ઝવાળું બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
અંબાણી ખાનદાનની વહુના ઠાઠ દેખાડવાનું નીતા અંબાણી ચૂક્યા નહોતા. તેમણે આ આઉટફિટ સાતે ટ્રિપલ સ્ટ્રિંગ નેકલેસ, સ્ટેટમેન્ટ ઝૂમખા સાથે ડાયમંડનું બ્રેસલેટ પહેર્યો હતો. હાઈ હિલ્સમાં નીતા અંબાણી એકદમ ગ્લેમરસ લૂક બોલીવૂડની હસીનાઓને પણ ટક્કર મારે એવો હતો. તમે પણ આ મા દિકરીની જોડીનો અંદાજ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લેજો…