વધુ એક અભિનેત્રીએ સંગમમાં કર્યું સ્નાન, વીડિયો શેર કરી કુંભની ઝલક બતાવી…
![isha koppikar takes holy dip in mahakumbh](/wp-content/uploads/2025/02/Isha-Koppikar-.jpg)
પ્રયાગરાજઃ સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં અનેક બોલીવુડ સ્ટાર્સ પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. હવે આ યાદીમાં વધુ એક અભિનેત્રીનું નામ જોડાયું છે. અભિનેત્રી ઈશા કોપ્પીકરે તેના માતા-પિતા અને પુત્રી રિયાના સાથે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ઈશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેની ઝલક બતાવી છે.
Also read : અશ્લીલ કોમેડી વિશે FIR નોંધાતા રણવીર અલાહાબાદિયાએ માગી માફી
વીડિયોમાં અભિનેત્રી તેની પુત્રી સાથે પાણીમાં ડૂબકી લગાવતી જોવા મળે છે. એક ફ્રેમમાં તેના માતા-પિતા છે. એક તસવીરમાં અભિનેત્રી પ્રાર્થના કરતી દેખાઈ રહી છે. અભિનેત્રીએ વીડિયોમાં મહાકુંભનો ભવ્ય નજારો પણ દર્શાવ્યો છે. આ રીલ શેર કરતી વખતે, ઈશાએ કેપ્શનમાં લખ્યું છે, “ત્રણ પેઢી, એક પવિત્ર ક્ષણ. કુંભના દિવ્ય જળમાં ડૂબકી મારવી, આસ્થા, પરંપરા અને આશીર્વાદને એકસાથે અપનાવીએ.”
કરિયરની વાત કરીએ તો ઈશાએ ૧૯૯૭માં તેલુગુ ફિલ્મ ડબ્લ્યુ/ઓ વી. વર પ્રસાદ થી ફિલ્મોમાં તેની કેરિયર શરૂ કરી હતી, જેમાં તે અભિનેતા વિનીત સાથે એક ગીતમાં જોવા મળી હતી. ત્યાર બાદ ૨૦૦૦માં તેણે કરિશ્મા કપૂર અને ઋત્વિક રોશન સાથે ખાલિદ મોહમ્મદની ફિલ્મ ફિઝામાં એક નાનકડી ભૂમિકા અને પ્રકાશ ઝાની રાહુલમાં એક આઇટમ નંબર કરી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. ૨૦૦૧માં તેણે અર્જુન રામપાલ અને સુનીલ શેટ્ટી અભિનીત ફિલ્મ પ્યાર ઇશ્ક ઔર મોહબ્બત કરીને બોલીવુડમાં અભિનેત્રી તરીકે એન્ટ્રી મારી હતી.
તેને છેલ્લે અભય નિહલાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લવ યુ લોકતંત્ર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે કૃષ્ણા અભિષેક, અલી અસગર, સપના ચૌધરી, મનોજ જોશી, રવિ કિશન, અમીત કુમાર, રોહિત સિંહ મટરુ, સુધીર પાંડે અને સ્નેહા ઉલ્લાલ પણ જોવા મળ્યા હતા. ઈશાએ ૨૦૦૯માં બિઝનેસમેન ટીમ્મી નારંગ સાથે લગ્ન કર્યા હતા. જોકે, નવેમ્બર ૨૦૨૩માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
Also read : તમન્ના ભાટિયાનો બોયફ્રેન્ડ રાશા સાથે મસ્તીની પળોમાં જોવા મળ્યો, તસવીરો જુઓ…
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રાજકુમાર રાવ, અનુપમ ખેર, નીના ગુપ્તા, મિલિંદ સોમણ, રેમો ડિસોઝા, અદા શર્મા સંજય મિશ્રા, સોનલ ચૌહાણ સહિત ઘણા સેલેબ્સ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ગઈકાલે ટીવી ક્વીન એકતા કપૂરે પણ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું.