Holi Partyમાં Isha Ambaniએ પહેર્યો હતો આ ખાસ ગાઉન, કિંમત એટલી કે…
Ambani Ladiesની વાત થઈ રહી હોય અને એમનાં મોંઘા મોંઘા આઉટફિટ્સની વાત ના થાય એ તો અશક્ય છે પછી Nita Ambani હોય કે Isha Ambani, Shloka Mehta હોય કે Radhika Merchant… આ લેડિઝ એક કુશળ બિઝનેસ વુમન તો છે પણ એની સાથે સાથે જ તેઓ એક સારી હોમ મેકર અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે એટલી જ જાણીતી છે. આપણે આજે અહીં વાત કરવાના છીએ Isha Ambani વિશે…
Isha Ambani એક કુશળ બિઝનેસમેન તો છે જ પણ એની સાથે સાથે જ તેની ફેશન સેન્સ પણ એકદમ કમાલની છે. હાલમાં જ ઈશાએ એન્ટાલિયા ખાતે એક હોલી બેશ પાર્ટીનું આયોજન કર્યું હતું અને હર હંમેશની જેમ જ ઈશાએ આ પાર્ટીમાં પણ પોતાની અનોખી સ્ટાઈલિંગથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું અને ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી.
આ હોલી બેશ પાર્ટીમાં ઈશાએ એક ખાસ મલ્ટિકલર ગાઉન પહેર્યો હતો, જેનું બનારસ સાથે ખાસ કનેક્શન છે. વાત જાણે એમ છે કે આ પાર્ટી દરમિયાન ઈશાએ બનારસી ગાઉન પહેર્યો હતો અને તેના પર સરસ મજાનું કલરફૂલ પેનલ વર્ક કરવામાં આવ્યું છે. આ સિવાય આ ગાઉનમાં બોડી હગિંગ બસ્ટિયર પણ આપવામાં આવ્યું છે.
ઈશાનું આ સુંદર કલરપૂલ બનારસી ગાઉન ફેમસ ડિઝાઈનર અશ્વિન ત્યાગરાજન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે અને એમની વેબસાઈટ પર આ ગાઉનની કિંમત 68,000 રૂપિયા જણાવવામાં આવી છે. ઈશાએ આ આઉટફિટ્સની સાથે મલ્ટિકલર સ્ટોનનો નેકલેસ પહેર્યો હતો જેમાં ડાયમંડ્સ પણ લગાવવામાં આવ્યા હતા.
આ નેકલેસે ઈશાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. ઈશાનો આ સુંદર નેકપીસ બુલગારી બ્રાન્ડનો છે. પ્રિયંકા ચોપ્રા આ બ્રાન્ડની ગ્લોબલ એમ્બેસેડેર છે. આ લૂકની સાથે ઈશાએ ખૂબ જ હળવો મેકઅપ કર્યો છે, જે એની સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યું છે.