મનોરંજન

રૂ. 5.32 લાખનો ગાઉન, હાથમાં ડ્રિન્કનો ગ્લાસ, અંબાણી પરિવારની આ મહિલાનો આવો અંદાજ તો નહીં જ જોયો હોય…

અંબાણી પરિવાર દુનિયાના ધનવાન પરિવારમાંથી એક છે અને એમાં પણ ખાસ કરીને અંબાણી પરિવારનું મહિલા મંડળ પોતાની ફેશનસેન્સ અને લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત ઈશા અંબાણી પોતાની ગજબની ફેન્સસેન્સને કારણે ચર્ચમાં આવી ગઈ છે. ઈશા અંબાણી હર હંમેશની જેમ ડિઝાઈનર અને યુનિક આઉટફિટ પહેરીને એક વેડિંગ ફંક્શનમાં પહોંચી હતી. લોકો ઈશાના આઉફફિટની કિંમત સાંભળીને ચોંકી ઉઠ્યા છે, ચાલો જોઈએ એવું તે શું ખાસ છે ઈશા અંબાણીના આઉટફિટમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં ઈશા અંબાણી મિત્રના વેડિંગ ફંક્શનમાં પહોંચી હતી. આ સમયે તે હર હંમેશની જેમ જ સુંદર લાગી રહી હતી. ઈશાનો લક્ઝરી બ્રાન્ડ વેલેન્ટિનો માટેનો પ્રેમ તો કોઈથી છૂપો નથી અને વર્ષેથી તે આ ઈન્ટરનેશનલ ફેન્સ હાઉસના ડિઝાઈનર આઉટફિટ પહેરતી આવી છે. ઈશાએ પોતાના રિસેપ્શનમાં પણ આ જ બ્રાન્ડનો આઉટફિટ પહેર્યો હતો.

હાલમાં જ ઈશા અંબાણી પોતાના એક નજીકના મિત્રના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. આ સમયે તેણે એક ફંક્શન માટે આ જ બ્રાન્ડનો આઉટફિટ પહેર્યો હતો. પેસ્ટલ ગ્રીન કલરના આ સુંદર ગાઉનની કિંમત 6000 યુએસ ડોલર એટલે કે 5.32 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ઈશાની આ ફ્લોર લેન્થ ડ્રેસ પેસ્ટલ ગ્રીન અને બેજ રંગના શેડમાં છે. આ ગાઉનમાં સુંદર ડિટેઈલિંગ કરવામાં આવી હતી.

વાત કરીએ કે એક્સેસરીઝ અને મેકઅપની તો ઈશાએ ફ્લાવર શેપના ડાયમંડના ઈયરરિંગ્સ, ગોલ્ડ બેસલેટ સાથે એક મોટી ડાયમંડ રિંગ્સ પહેરી હતી. ઈશાના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા તેના સટલ મેકઅપે. ન્યુડ બ્રાઉન લિપ શેડ, હાઈલાઈટેડ ગાલ, બીમિંગ હાઈલાઈટર, ડાર્ક આઈબ્રો અને લાઈટ મસ્કરાવાળા મેકઅપમાં ઈશા એકદમ પરી જેવી લાગી રહી હતી.

આ ઈવેન્ટમાંથી ઈશા અંબાણીના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં તે પોતાના મિત્રો સાથે જોવા મળી રહી છે. ઈશાના હાથમાં એક ગ્લાસ જોવા મળી રહ્યો છે અને ઈવેન્ટનો પૂરેપૂરો આનંદ ઉઠાવી રહી છે.

ઈશા અંબાણી હાલમાં જ માતા નીતા અંબાણી સાથે એક જાણીતી બ્રાન્ડના ઈવેન્ટમાં પહોંચી હતી. એ સમયે પણ તેણે પોતાની ફેશનસેન્સ અને સ્ટાઈલથી લોકોને ચોંકાવી દીધા હતા. ઈશા અંબાણી પણ બાકી અંબાણી લેડિઝની જેમ કોઈ પણ ઈવેન્ટમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની જાય છે.

આ પણ વાંચો…ઈશા અંબાણી અને આનંદ પિરામલનો ડાન્સ જોઈને બદલાઈ ગયા મુકેશ અંબાણીના હાવભાવ, વીડિયો થયો વાઈરલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button