Viral Video: એક્ઝિબિશનમાં સુંદર આઉટફિટ સાથે ગળામાં આ શું પહેરીને પહોંચી Isha Ambani?

અંબાણી પરિવારનું મહિલા મંડળ પોતાની ગજબની ફેશનસેન્સ અને સ્ટાઈલિશ અંદાજથી હંમેશા લાઈમલાઈટ લૂંટી લે છે અને ફરી એક વખત અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani)એ લાઈમલાઈટ લૂંટી લીધી હતી. હાલમાં જ યોજાયેલા એક એક્ઝિબિશનમાં ઈશા અંબાણી અને નીતા અંબાણી (Nita Ambani) બંને સાથે પહોંચ્યા હતા, પરંતુ ઈશાએ પોતાની જ્વેલરી અને આઉટફિટથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આવો જોઈએ શું છે ખાસ ઈશા અંબાણીના લૂકમાં…
સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીના આ લેટેસ્ટ લૂકના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. વાઈરલ ફોટોમાં ઈશાના આઉટફિટની સાથે સાથે જ તેણે ગળામાં પહેરેલો સાપવાળો નેકલેસ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ નેકલેસે ઈશાના લૂકમાં ગ્લેમરનો તડકો લગાવવાનું કામ કર્યું હતું.
આ પણ વાંચો: Viral Video: નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ પોતાના પાર્ટનર છોડીને કોની સાથે ગરબા રમતા જોવા મળ્યા?
ઈશા અંબાણીએ આ ઈવેન્ટ માટે આશી સ્ટુડિયોનો એક સુંદર આઉટફિટ પહેર્યો હતો. આ એક ડીપ યુ શેક નેકલાઈન અને વિધાઉટ સ્લીવ ફિટેડ કોર્સેટ હતો. આ આઉટફિટ ઈશા પર ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. આ સાથે ઈશા અંબાણીએ લાંબી ફ્લોઈંગ સ્કર્ટ પહેર્યો હતો અને જેણે તેમના લૂકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. પરંતુ સૌથી વધુ ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તો તે છે ઈશાએ ગળામાં પહેલાં ગોલ્ડ નેકલેસે.
ઈશાએ પહેરેલા નેકલેસનું નામ સર્પેન્ટી ડિવાઈન મોન્સૂન છે અને તેમાં તંજાનાઈટ, ટૂમલાઈન, માણિક અને હીરા જડવામાં આવ્યા છે. સાપવાળાએ નેકલેસની સાથે ઈશાએ કાનમાં ડાયમંડ સ્ટડ ઈયરરિંગ્સ અને મમ્મી નીતા અંબાણીની 25 વર્ષ જૂની ડાયમંડની વીંટી પહેરી હતી. ઈશાએ પોતાના આ લૂકને ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે કમ્પલિટ કર્યો હતો.
નીતા અંબાણી પણ આ સમયે હર હંમેશની જેમ જ ખૂબ સુંદર લાગી રહ્યા હતા અને તેમણે સાડી લૂકથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. આ ઈવેન્ટમાં બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપ્રાએ પણ હાજરી આપી હતી અને તેણે અંબાણી લેડિઝ સાથે પોઝ આપ્યા હતા. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.