મનોરંજન

ઈશા અંબાણીએ ભરી સભામાં સાસુ વિશે કહી દીધી એવી વાત કે… આગની જેમ વીડિયો વાયરલ

ભારતના સૌથી જાણીતા અને સૌથી ધનિક બિઝનેસમેન કહેવાતા મુકેશ અંબાણી અવારનવાર ચર્ચામાં રહે છે અને તેમનો પરિવાર પણ લોકોમાં ચર્ચામાં રહે છે. અંબાણી પરિવાર પોતાના રીત-રિવાજો, પરંપરા, વડીલોને માન-મર્યાદા અને સંસ્કૃતિને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. અવારનવાર રાધિકા મર્ચન્ટથી લઈને શ્લોકા મહેતા અને ઈશા અંબાણી સુધીના અંબાણી પરિવારની મહિલાઓને લગતા વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં આપણને તેમના સંસ્કાર, અંગત જીવન, મૂલ્યો વિશે જાણવાની તક મળી જાય છે.

મુકેશ અંબાણીની દીકરી એટલે કે ઈશા અંબાણીની એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઈશા અંબાણી માઈકની સામે પોતાની સાસુ વિશે કંઈક કહેતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઈશા અંબાણી તેની સાસુના ભરપેટ વખાણ કરતી જોવા મળે છે. તેણે કહ્યું હતું કે તેના સાસુ એક ડોક્ટર છે.

મારા પર ડૉક્ટરોનો ખાસ પ્રભાવ છે. હું જાણું છું કે હું સૌથી દયાળુ અને અદભૂત લોકો સાથે છું. આ લોકો (ડૉક્ટર) ખરેખર લોકોને પ્રાથમિકતા આપે છે અને પોતાને બીજા સ્થાને રાખે છે.” આપણા દેશમાં સામાન્ય રીતે સાસુ વહુ એટલે ઘરમાં ઝઘડા, ટંટા અને ખટપટ તો હોય જ. સાસુ વહુને ટોણા મારે અને વહુ સાસુને વગોવે, પણ અંબાણીની દીકરીએ સાસુમાની પ્રશંસા કરીને તેના ઊંચા જીવન મૂલ્યોના દર્શન કરાવી દીધા છે.

https://www.instagram.com/reel/DAdqlNiSpHU/?utm_source=ig_web_copy_link

લોકો આ વીડિયો પર સતત કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે મુકેશ અંબાણીએ તેમની પુત્રીને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. કમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે મેં સાસુ માટે આવા સારા શબ્દો ક્યારેય સાંભળ્યા નથી.

Also Read – Viral Video: દુબઈમાં Radhika Merchant સાથે આઈસ્ક્રીમ વેચનારાએ કર્યું કંઈક એવું કે…

ઈશા અંબાણીના આ વીડિયો ઘણો જૂનો છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે તેનો આ વીડિયો અનંત અને રાધિકાના લગ્ન સમયનો છે. જોકે, આ વીડિયો ખરેખર ક્યારનો છે, તેની કોઇ માહિતી મળી શકી નથી, પણ એક વાત તો ચોક્કસ છે કે ઇશા અંબાણી તેના સાસુ સાથે પણ માતા-દીકરી જેવો જ સંબંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker