મનોરંજન

જેમ સ્ટોનવાળો આઉટફિટ, કરોડોની ડાયમંડ જ્વેલરી પહેરી Isha Ambaniએ પણ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને હાલમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી (Isha Ambani)એ હાલમાં જ મેટ ગાલા-2025 (Met Gala-2025)માં સ્ટાઈલિશ અંદાજમાં હાજરી આપીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આ ઈવેન્ટમાં ઈશાનો આઉટફિટ અને જ્વેલરી તો શાનદાર હતી જ, પણ એની સાથે સાથે જ તેના ફ્રેન્ચ નેલ આર્ટે લોકોનું સૌથી ધ્યાન ખેંચ્યું હતું. ચાલો તમને આ ખાસ નેલ આર્ટ અને તેના ખર્ચ વિશે જણાવીએ-

ઈશા અંબાણીએ આ ઈવેન્ટ માટે ફેન્સી નેલ એક્સટેન્શનને બદલે ફ્રેન્ચ નેલ આર્ટ પસંદ કર્યું અને એને એક શાનદાર ટ્વીસ્ટ આપવાનું પસંદ કર્યું હતું. વ્હાઈટની જગ્યાએ બ્લેક ફ્રેન્ચ નેલ આર્ટ પસંદ કરીને તેને પોઈન્ટવાળા નેલ લૂકને પસંદ કર્યું હતું. આ નેલ આર્ટ તેના ક્રિસ્પ લૂકને એકદમ પરફેક્ટલી કોમ્પલિમેન્ટ આપી રહ્યો હતો.

ઈશા અંબાણીના નેલ્સને સેલિબ્રિટી મેનિક્યોરિસ્ટ જુલિયાએ સ્ટાઈલ કર્યા હતા અને તેણે ઈશાના નેલ આર્ટ વિશે માહિતી પણ આપી હતી. જુલિયાએ ઈશાના નેટ આર્ટ માટે એપ્રેસ નેલ બ્રાન્ડના બે કલરનો ઉપયોગ કર્યો હતો જેમાંથી એકનું નામ હતું ફરગોટ્ટન ફિલ્મ અને બીજો હતો ફ્રેન્ચ બ્લેક.

આ બંને કલરના બોટલની કિંમતની વાત કરીએ તો એક એક બોટલની કિંમત 14.99 ડોલર એટલે કે 1,252 રૂપિયા જેટલી હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. ટૂંકમાં વાત કરીએ તો ઈશાએ નેલ આર્ટ પાછળ 2,504 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કરોડો રૂપિયાની ડાયમંડ જ્વેલરી પહેરીને પહોંચેલી ઈશા અંબાણીએ ખૂબ જ સસ્તો અને સામાન્ય કહી શકાય એવો નેલ આર્ટ કરાવ્યો હતો.

આ પણ વાંચો: મેટ ગાલામાં દેખાઈ શાહરૂખની બાદશાહત તો પ્રિન્સેસ બનીને પહોંચી ઈશા અંબાણી, આ સેલેબ્સે પણ જિત્યુ દિલ

વાત કરીએ ઈશાના આઉટફિટની તો તે ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો હતો. તેણે સફેદ ઓવરકોટ પહેર્યો હતો, જેની પાછળ લાંબી ટ્રેલ હતી.અને એની સાથે તેણે એક કોર્સેટ જેવો ટોપ અને બ્લેક કલરનું ટ્રાઉઝર પહેર્યું હતું. ઈશાના ઓવર કોટથી લઈને પેન્ટ પર પણ જેમ સ્ટોન્સ જડવામાં આવ્યા હતા. ઈશાએ આ આઉટફિટ સાથે નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસ ટૂસેન્ટ નેકલેસથી પ્રેરિત હતો અને તે પહેલાં નવાનગરના મહારાજા માટે બનાવવામાં આવ્યો હતો. આ સાથે ઈશાએ બીજી જ્વેલરી પણ પહેરી હતી જેણે ઈશાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button