
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે અને આ પરિવારના દરેક સદસ્યની વૈભવી લાઈફસ્ટાઈલની ચર્ચા થતી હોય છે. પરિવારનો દરેક સદસ્ય અને એમાં પણ ખાસ કરીને મહિલા મંડળ તો કોઈ પણ ઈવેન્ટમાં પોતાના આઉટફિટ્સ અને જ્વેલરીથી લાઈમલાઈટ લૂંટી જાય છે. હવે નીતા અંબાણી અને મુકેશ અંબાણીની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani)એ લોકોને પોતાના લૂકથી દિવાના બનાવી દીધા છે. બાંધણીના આઉટફિટમાં ઈશા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઈશા અંબાણી હંમેશા પોતાની ફેશન સેન્સથી લોકોને ઈન્સ્પાયર કરતી હોય છે અને તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. ઈશાના આ લેટેસ્ટ લૂકને કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. ઈશાએ બાંધણીનો સુંદર ગાઉન પહેર્યો હતો જે ભારતીય પરંપરાને ઈટાલિયન ફેશન સાથે ખૂબ જ સુંદર રીતે બ્લેન્ડ કરી રહ્યો હતો.
ઈશા અંબાણીનો આ સુંદર ગાઉન જાણીતા ડિઝાઈનર રોબર્ટો કૈવલ્લી સાથે મળીને બનાવવામાં આવ્યો છે. સુંદર પિંક સ્લીવલેસ ગાઉનને હાથેથી બનાવવામાં મહિનાઓનો સમય લાગ્યો હતો. ઈશાનો આ ગાઉન બનાવવામાં ભારતીય કારીગરો દ્વારા કચ્છની ક્લાસિક બાંધણી (ટાય એન્ડ ડાય) ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી એની બનાવટમાં ભારતીય સંસ્કૃતિની એક ઝલક જોવા મળે છે.
બાંધણી પ્રિન્ટ સાથે ઈટલીના ડિઝાઈનરની કળાએ આ ડ્રેસને વધુ રોયલ અને ખાસ લૂક આપ્યો હતો. ભારતીય કારીગરી અને ઈટાલિયન ડિઝાઈનના મિશ્રણથી આ ખાસ યુનિક ગાઉન બન્યો હતો. આ ગાઉનમાં ઈશા ખૂબ જ બ્યુટીફૂલ લાગી રહી હતી. દેખાવમાં આ ગાઉન એક સાડી જેવો લાગી રહ્યો હતો. જેના અપલ પોર્શનને હોલ્ટર નેકલાઈન બ્લાઉઝની જેમ, જ્યારે લોઅર પોર્શનને બિના ફ્લેયરવાળા સ્ટ્રેટ સ્કર્ટની જેમ ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ સાથે આ ગાઉનને પલ્લુની જેમ ટ્રેલ પણ આપવામાં આવી છે.
ઈશાએ આ સુંદર ગાઉન સાથે મિનિમલ જ્વેલરી કેરી કરી છે. આની સાથે તેણે ડાયમંડ ડ્રોપ ઈયરરિંગ્સ, પતલુ બ્રેસલેટ, રિંગ્સ કેરી કરી છે. મેકઅપની વાત કરીએ તો ઈશાએ આ સાથે ગ્લોઈંગ મેકએપ કર્યો છે. તમે પણ ઈશાનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો…એવી તે શું મજબૂરી આવી પડી Isha Ambani પર કે…