જાણીતા સેલિબ્રિટીએ ખરીદ્યું Isha Ambaniનું ઘર, નામ જાણીને ચોંકી ઉઠશો…
દેશના ધનવાન પરિવારમાં અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી કરવામાં આવે છે, અને પરિવારની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે પરિવાર લાઈમલાઈટમાં રહે છે. પરંતુ હાલમાં જ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે સાંભળીને તમને આંચકો લાગશે. મળી રહેલી માહિતી પ્રમાણે પરિવારની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani) પોતાનું આલિશાન ઘર વેચી દીધું છે અને આ ઘર હોલીવૂડના જાણીતા સેલિબ્રિટીએ ખરીદ્યું છે. ચાલો જોઈએ આખરે ઈશાએ કેમ આ ઘર વેચવું પડ્યું અને કોણ છે એ જેણે આ ઘર ખરીદ્યું છે-
ઈશા અંબાણીની આ લક્ઝુરિયસ પ્રોપર્ટી લોસ એન્જલ્સમાં આવેલા પોશ એરિયા બેવર્લી હિલ્સ ખાતે આવેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈશાએ પ્રેગ્નન્સી દરમિયાન પોતાનો મોટાભાગનો સમય અહીં જ પસાર કર્યો હતો. 500 કરોડ રૂપિયામાં આ પ્રોપર્ટી ઈશાએ વેચ્યું હોવાનો દાવો એક રિપોર્ટમાં કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો : મોદી-શાહથી લઈને સલમાન-શાહરૂખ, મુકેશ અંબાણીથી લઈને સચિન તેંડુલકર શપથ ગ્રહણ સમારોહમાં હાજર
ઈશા અંબાણી સાથે નીતા અંબાણી પણ આ ઘરમાં લાંબો સમય સુધી રહ્યા હતા. આ આલિશાન ઘરમાં 12 બેડરૂમ, 24 બાથરૂમસ ઈન્ડોર પિકલબોલ કોર્ટ, જિમ, સલૂન, સ્પા, 155 ફૂટનું પૂલ અને બીજી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. 5.2 એકરમાં ફેલાયેલી ઈશા અંબાણીની આ લક્ઝુરિયસ પ્રોપર્ટીને જાણીતા સેલિબ્રિટી જેનિફર લોપેઝ (Jennifer Lopez) અને બેન એફ્લેક (Ben Affleck)એ ખરીદ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે. જેનિફર લોપેઝ આ ડીલ બાદ સતત ચર્ચામાં છે ઘરમાં તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને એની બહાર એન્ટરટેનમેન્ટ પેવેલિયન, કિચન અને લોન પણ બનાવવામાં આવી છે. તમે પણ ના જોયા હોય આ આલિશાન ઘરના ફોટો તો અત્યારે જ અહીં જોઈ લો….